સુરત : મોટાવરાછા ખાતે નવા બ્રિજ ઉપરથી આજે સવારે એક વિધાર્થી રેલીંગ પર ચઢી કુદવાનો કોશિષ કરતો હતો.જોકે ફાયરજવાનોએ સુઝબુઝ અને સમયસૂચકતા વાપરીને વિધાર્થીને બચાવી લેવામાં આવ્યો હતો.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મોટાવરાછાના અને કોપોદ્રાના નવા તાપી નદીના બ્રિજ પરથી આજે સવારે એક તરૃણ બ્રિજની રેલીંગ પર ચઢીને આત્મહત્યાન કરવાનો પ્રયાસ કરતો હતો.
જેથી ત્યાં પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા.આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા મોટાવરાછા ફાયર સ્ટેશનની ગાડી અને ફાયરજવાનો બે-ત્રણ મીનીટમાં ત્યાં દોડી ગયા હતા.જેકે બે-ત્રણ ફાયરજવાનો બ્રીજ નીચે ગયા હતા.જયારે ફાયર ઓફિસર રાહુલ બાલાસરા સહિત ફાયરજવાનો બ્રિજ પર પહોંચી ગયા હતા.જોકે ફાયરજવાનાએ તેને વાતોમાં ફોસલાવી સુઝબુઝ સાથે તેની નજીક પહોંચ્યા હતા અને ત્યાર બાદ માર્શલ પૃથ્વીરાજએ તેને પાછળથી પકડી લઇને બચાવી લીધો હતો.
બાદમાં તે રડવા લાગ્યો હતો.જેથી તેને સમજાવી સાંત્વના આપી હતી.ફાયર સુત્રો જણાવ્યુ કે તરૃણી પુછપરછ કરતા કહ્યુ કે મોટાવરાછા ખાતે રહેતો ૧૭ વર્ષીય વિધાર્થી આર્યન અભ્યાસ માટે કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો.તે કોઇ કારણસર માનસિક તાણ અનુભવતો હોવાથી તેણે આ પગલું ભરવાનું વિચાર્યું હોવાનું સુત્રો જણાવ્યુ હતું.આ અંગે પોલીસને પણ જાણ થતા તરત દોડી આવી હતી.બાદમા પોલીસે તેને પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો હોવાનું સુત્રો કહ્યુ હતુ.