સુરત : અમરોલીમાં બુધવારે સાંજે જુની બિમારીથી કટાંળીને મહિલા અને અડાજણ પાટીયા ખાતે પરિણિતાએ કોઇ કારણસર આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં સહિયોગ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૬ વર્ષીય રેખાબેન મહેન્દ્ર પટેલ બુધવારે સાંજે ઘરે ઝેરી દવા પી જતા ખાનગી હોસ્પિટલમા દાખલ કર્યા હતા.જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા.
પોલીસે કહ્યુ કે રેખાબને જુની બિમારી કટાંળી જઇને આ પગલુ ભર્યુ હતુ.આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં અડાજણ પાટીયા ખાતે શિતલ ટોકીઝ પાસે સુભાષનગરમાં રહેતી ૧૮ વર્ષીય તબુસ્સુમ મોહમંદ મેરાજ મોહમંદ રહીશ હાસ્મીની બુધવારે સાંજે ઘરમાં કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા.તેના પતિ રંગકામના કામ સાથે સંકળાયેલો છે.આ અંગે રાંદેર પોલીસે તપાસ આદરી છે.