પર્યાવરણના અનોખા રખેવાળો

106

મુંબઈના ગુજરાતી યુવાનની આગેવાની હેઠળ કાર્યરત ચેન્જ.ઇઝ.અસ(સીઆઇયુ)નામની બિનસરકારી સંસ્થા દ્વારા મુંબઈના દરિયાકિનારા(બીચ)ને સ્વચ્છ અને સુંદર રાખવાની ઝુંબેશ ૧૭ જુલાઈએ ૧૦૧મા અઠવાડિયામાં પ્રવેશ કરશે.આ સંસ્થા આ દિવસે એક મોટી ઇવેન્ટનું આયોજન કરશે.ગયા અઠવાડિયે આ સંસ્થાએ એના ૧૦૦મા અઠવાડિયે રવિવારે ગિરગામ ચોપાટીને ક્લીન કરી હતી.એના ૧૦૦ અઠવાડિયાંના ઇતિહાસમાં આ દિવસ સૌથી વધુ યાદગાર રહ્યો હતો.આ દિવસે આ સંસ્થા સાથે જોડાયેલા ૨૬૦થી વધુ વૉલન્ટિયરોએ સાથે મળીને ચોપાટીના દરિયાકિનારા પરથી બે કલાકની અંદર ૫.૨૦ ટન કચરો સાફ કર્યો હતો.

સીઆઇયુ નામની બિનસરકારી સંસ્થાએ ૧૦૦ અઠવાડિયાં પહેલાં મુંબઈના દરિયાકિનારાઓને સ્વચ્છ કરવા માટે યુવાનોની આગેવાની હેઠળ પહેલ કરી હતી.આ સંસ્થાના સહસ્થાપક શુભ મહેતાએ ચાર વર્ષની ઉંમરે જોયું કે બીચ પર જે પાણીમાં તે રમે છે એ ખૂબ ગંદું છે એટલે તે ફક્ત રેતી પર જ રમી શકે છે.બસ,આમાંથી શુભ મહેતા અને તેના મિત્રે અક્ષત શાહે બારમા ધોરણમાં ૧૮ મિત્રો સાથે પર્યાવરણની ચિંતા કરીને બીચ ક્લીન-અપની શરૂઆત કરી હતી.

એમાંથી સીઆઇયુનો જન્મ થયો.મહાનગરપાલિકાએ આ ટીનેજરોને ડસ્ટબિન,તગારાં અને હૅન્ડગ્લવ્ઝ જેવી વસ્તુઓ આપી અને ૨૧ જુલાઈ ૨૦૧૯માં સૌથી પહેલી વાર બીચનું ક્લીન-અપ ટીનેજરો દ્વારા હાથ ધરવામાં આવ્યું.આજે આ સંસ્થામાં ૫૦૦૦થી વધુ યુવાનો કાર્યરત છે જેઓ ફૂડ-ડ્રાઇવ,સૅનિટરી પૅડનું વિતરણ,સામાજિક જાગૃતિ જેવી અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

Share Now