ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની કરી માંગ

119

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીની માંગ કરી છે.રાજ્યમાં એકનાથ શિંદે જૂથ અને ભાજપની સરકાર બન્યા પછી ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર જાહેર સંબોધન કર્યું છે.તેમણે કહ્યું કે`હું બળવાખોરોને શિવસેનાના પ્રતીકનો ઉપયોગ કરવા નહીં દઉં.હું તેમને રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી કરાવવાનો પડકાર ફેંકું છું.અમે ખોટું કર્યું છે તો લોકો અમને ઘરે મોકલી દેશે.અને જો તમારે આ કરવાનું હતું, તો તમારે અઢી વર્ષ પહેલાં કરવું જોઈતું હતું.જો ત્યારે જ આ કર્યું હોત તો કદાચ રાજ્યની સરકારને નીચે લાવવા માટે તમારે હાલ આ બધું ન કરવું પડત.`

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે શિવસેનાનું તીર અને ધનુષ્ય પ્રતીક કોઈ લઈ શકે નહીં.જો કે લોકો માત્ર નિશાન જ નથી જોતા,પણ એ નિશાન કોણે લીધુ છે તે પણ જુએ છે.તેમણે એકનાથ શિંદે અને તેમની સાથે બળવાખોર ધારાસભ્યો પર પણ નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષથી ભાજપના લોકોએ મારી અને મારા પરિવારના સભ્યો સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે તમે ચૂપ રહ્યા ઠાકરેએ એકનાથ શિંદેને ચૂંટણી ચિન્હ છીનવીને શિવસેનાને બતાવવાનો પડકાર ફેંક્યો હતો.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો 11 જુલાઈનો નિર્ણય માત્ર શિવસેનાનું જ નહીં પરંતુ ભારતીય લોકશાહીનું ભવિષ્ય પણ નક્કી કરશે.તેમણે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીની માંગ કરી છે.

Share Now