ચીનનું લડાકુ વિમાન ભારતીય સૈનિકોની નજીકથી પસાર થયું

132

જૂનના છેલ્લા અઠવાડિયામાં એક દિવસ સવારે લગભગ ૪ વાગ્યે આ ઘટના બની હતી ચાઇનીઝ ઍરફોર્સના એક લડાકુ વિમાને વાસ્તવિક અંકુશરેખા પર પૂર્વી લદાખ સેક્ટરમાં ઘર્ષણવાળા ક્ષેત્રની ખૂબ નજીક ભારતીય સૈનિકો પાસેથી પસાર થઈને માહોલ તનાવપૂર્ણ બનાવ્યો હતો.ચીનની આ હરકત પર ઇન્ડિયન ઍરફોર્સે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ મુજબ ત્વરિત કાર્યવાહી કરી હતી.જૂનના છેલ્લા અઠવાડિયામાં એક દિવસ સવારે લગભગ ૪ વાગ્યે આ ઘટના બની હતી.આ વિમાનને ગ્રાઉન્ડ પર તહેનાત જવાનોએ જોયું હતું અને બૉર્ડર એરિયામાં તહેનાત કરવામાં આવેલા રડારે પણ એની હિલચાલ પકડી પાડી હતી.આ સંભવિત ઍર સ્પેસના ભંગની જાણ થયા બાદ તરત જ ઇન્ડિયન ઍરફોર્સ સક્રિય થઈ ગઈ હતી.

આ ઘટના એવા સમયે થઈ હતી જ્યારે ચીન પૂર્વી લદાખ સેક્ટરના સરહદી વિસ્તારોમાં એસ-૪૦૦ ઍર ડિફેન્સ સિસ્ટમ સહિત એનાં ફાઇટર જેટ્સ અને ઍર ડિફેન્સ વેપનરી સંબંધિત કવાયત હાથ ધરી રહ્યું છે. ચીન પાસે મોટી સંખ્યામાં ફાઇટર જેટ અને માનવરહિત ઍરક્રાફ્ટ છે જેને ભારતીય બૉર્ડર પાસેની પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યાં છે,એમાં હોતાન અને ગાર ગુંસામાં મુખ્ય ઍરફીલ્ડ્સને છેલ્લાં બે વર્ષમાં ખૂબ અપગ્રેડ કરવામાં આવ્યાં છે.ભારતે પણ એનો મુકાબલો કરવા તૈયારીઓ વધારી છે.

Share Now