સજ્જુ કોઠારી ગેંગની રાંદેરના જમીન દલાલને ધમકી : હવે તારી પાસે બે જ રસ્તા છે, તુ બે કરોડ રૂપિયા આપી દે અથવા આત્મહત્યા કરી લે

126

સુરત : રાંદેર રોડની અકબરી મંજીલમાં રહેતા જમીન દલાલને ઓલપાડની જમીનના પ્લોટનો ખરીદવાના બહાને કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સાથીદારોએ પોતાના ઘરે બોલાવી માર મારી સંર્પૂણ જમીનના સાટાખત ઉપર સહી કરાવી લીધા બાદ `હવે તારી પાસે બે જ રસ્તા છે કાં તો તું બે કરોડ રૂપિયા આપી દે અથવા આત્મહત્યા કરી લે` તેવી ધમકી આપ્યાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાય છે.રાંદેર રોડ તાડવાડી વિસ્તારના અકબરી મંજીલમાં રહેતા જમીન દલાલ ઇસ્માઇલ અહમદ શેખ(ઉ.વ.43)એ વર્ષ 2019 માં ઓલપાડના સાલેહપરાના સર્વે નં.35/1 વાળી જમીનમાં એક પ્લોટ અને તેના મિત્ર મોઇનખાન મુસ્તુફાખાન પઠાણે 26 પ્લોટ ખરીદયા હતા.

આ તમામ પ્લોટ ખરીદવાના બહાને જુન 2020 માં નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના રઉફ પઠાણ અને સજ્જાદ કાપડીયાએ ઇસ્માઇલનો સંર્પક કર્યો હતો.ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ વકીલને બતાવવાના બહાને ઇસ્માઇલને રાંદેર-ગોરાટના અલફેસાની ટાવરના ફ્લેટ નં.703 માં સજ્જાના ઘરે બોલાવ્યો હતો.જયાં ડોક્યુમેન્ટ્સ લઇ લીધા બાદ હમ જો બલતે હૈ વો કરો,નહીં તો માર ડાલેગે,વકીલ કે સામને કુછ મત બોલના એમ કહી સાલેહપરાની ઉપરોકત સર્વે નંબર વાળી સંર્પૂણ જમીન રૂ.4.64 કરોડમાં અલ્લારખા ગુલામ મુસ્તુફા શેખના નામે વેચાણ સાટાખતમાં સાક્ષી તરીકે બળજબરીથી ઇસ્માઇલના મિત્ર જીગ્નેશ ઠાકોર પટેલ અને અબ્દુલ કરીમ ઇલ્યાસ નવીવાલાની સહી કરાવી ગોંધી રાખ્યો હતો.

અબ્દુલ ડોક્યુમેન્ટ્સ વાંચતો હતો ત્યારે સજ્જાદે સહી થઇ ગઇ હવે નીકળ ઉંઘા પગે નહીં તો તારી હાલત પણ બગાડી નાંખીશું તેવી ધમકી આપી હતી.ત્યાર બાદ રઉફ,સજ્જાદ અને અલ્લારખા વારંવાર ધમકી આપી કહેતા હતા કે સાટાખત કેન્સલ કરી ઓરીજનલ દસ્તાવેજ પાછા જોઇએ તો તારી પાસે બે જ રસ્તા છે,કાં તો તું બે કરોડ રૂપિયા આપી દે અથવા તું આત્મહત્યા કરી લે તો જ તારો છુટકારો અમારાથી થવાનો છે.

Share Now