સુરત : સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં સિટીમાં કોરોનામાં ૮૬ અને જીલ્લામાં ૩૮ મળી નવા ૧૨૪ દર્દી સપડાયા છે.જયારે સિટીમાં ૮૫ અને જીલ્લામાં ૧૮ મળી ૧૦૩ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં શુક્રવારે કોરોનામાં ૮૬ કેસ નોધાયો છે.જેમાં સૌથી વધુ અઠવામાં ૨૨,રાંદેરમાં ૨૦,કતારગામમાં ૧૦,વરાછા એમાં ૮,વરાછા બીમાં ૮,લિંબાયતમાં ૧૦,સેન્ટ્રલમાં ૪,ઉધના એ ૨ અને ઉધના બી ઝોનમાં ૨ દર્દી ઝપેટમાં આવ્યા છે.જેમાં બે ડોકટર,સાત વિધાર્થી,એમ્બ્યુલન્સ ડ્રાઇવર,ચાર બિઝનેસ કરનાર વ્યકિત સહિતના સમાવેશ થાય છે.જયારે સિટીમાં ૮૫ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે.
સિટીમાં કુલ ૬૦૦ એકટીવ કેસ પૈકી ૧૮ દર્દી હોસ્પિટલમાં દાખલ છે.જોકે સિટીમાં કોરોના સંક્રમિત થયેલા ૮૬ દર્દીમાં ફુલ વેકસીન એટલે બે ડોઝ લીધેલા ૭૭,પ્રિકોશન અથવા બુસ્ટોર ડોઝના ૩ અને એક પણ ડોઝ નહી લેનાર ૩ વ્યકિત છે.આ ઉપરાંત સુરત જીલ્લામાં કોરોના કેસમાં વધારો થતા નવા ૩૮ દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં ૧૮ દર્દી રજા આપવામાં આવી હતી.જોકે જીલ્લામાં કુલ ૧૩૭ એકટીવ કેસ છે.જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૭૩૭ થયા છે.