ઉકાઈ ડેમમાં 33 હજાર ક્યુસેક્સ પાણીની આવરોઃ સપાટી 315.72 ફુટ

156

સુરત : ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમના 16 ગેટ એક મીટર ખોલી 18 હજાર ક્યુસેક પાણી છોડાયું ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધાયેલા વરસાદ અને હથનુર ડેમમાંથી ૧૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં આજથી વરસાદી સિઝનમાં સૌ પ્રથમવાર 33 હજાર ક્યુસેક્સ પાણીનો જથ્થાની આવકનો પ્રારંભ થયો છે.મોડી સાંજે ડેમમાં પાણીની આવક 33,568 તથા જાવક 1000 ક્યુસેક્સ સાથે સપાટી 315.72 ફુટ નોંધાઈ છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારમાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાવા સાથે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે સીઝનનની સૌ પ્રથમવાર પાણીની આવકનો આજથી પ્રારંભ થયો છે.ઉકાઈ ડેમમાં સવારે 11,889 ક્યુસેક નવા નીરની આવક થવાની સાથે વહીવટી તંત્ર સતર્ક બન્યું હતુ.વીતેલા ચોવીસ કલાક દરમિયાન ડેમના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનોમાંથી ચીખલધરામાં અડધો ઇંચ,ગોપાલખેડામાં બે,બુરહાનપુરમાં દોઢ,સાગબારામાં એક ઈંચ વરસાદ નોધાયો છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટ એરીયામાં પણ ચોવીસ કલાકથી વરસાદીને પગલે પાણીની આવક નોધાઈ છે.હથનુર ડેમમાંથી.હથનુરની સપાટી 209.380 મીટર નોંધાઈ છે.ડેમના ઉપરવાસમાં વરસાદ તથા હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો પગલે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે મોસમમાં બપોરે સૌ પ્રથમવાર 12 હજાર ક્યુસેક પાણીનો જથ્થાની આવકથી પ્રારંભ થવા પામ્યો છે.જે ઈનફ્લો મોડી સાંજે 6 કલાકે વધીને 33,568 ક્યુસેક્સ નોંધાયો છે.જ્યારે ડેમમાંથી પાણીની 1000 ક્યુસેક્સ છોડવા સાથે મોડી સાંજે ઉકાઈ ડેમની સપાટી અડધો ફુટનો વધારો સાથે 315.72ફુટ નોંધાઈ છે

Share Now