સુરત : અડાજણના એલ.પી સવાણી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં આજે સવારે કાર ગેસ પાઈપ લાઈન સાથે અથડાઇ હતી.જેથી ગેસ પાઇપ લાઈન તૂટી જતા ગેસ લીકેજ થવા લાગતા રહીશો ઘબરાઇને ભાગદોડ થઇ હતી.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અડાજણના એલ.પી સવાણી રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં કાર ગેસ પાઇપલાઇન સાથે કાર ધડાકાભેર ભટકાય હતી.
જેથી પાઇપ લાઇન તૂટી જતા સુસવાટા સાથે ગેસ લીકેજ થવા લાગ્યો હતો.તેથી સોસાયટીના રહીશો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.આ અંગે ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરજવાનો ધટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.જે જગ્યા ગેસ લીકેજ થઇ રાહ્યુ હતું તે જગ્યાને કોર્ડન કરી દીધી હતી.બાદ ગેસ કંપનીના કર્મચારીઓએ પણ ત્યાં ધસી જઇને લાઈન બંધ કરતા ગેસ લીકેજ થવાનું બંધ થયું હતું.બાદમાં ત્યાંના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.