નવી દિલ્હી : તા.09 જુલાઈ 2022,શનિવાર : ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે 44 બિલિયન ડોલરની ટ્વિટર ડીલ રદ કરવાની જાહેરાત કરી ત્યાર બાદ ટ્વિટરના કર્મચારીઓમાં ઉગ્રતા જોવા મળી રહી છે.અનેક કર્મચારીઓએ તો સોશિયલ મીડિયા પર જ પોતાની પ્રતિક્રિયાઓ જાહેર કરી છે.કેટલાક કર્મચારીઓએ મસ્ક પર ખરીદી માટેના મૂલ્યને ઘટાડવા માટે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ મુક્યો છે.જ્યારે કેટલાક કર્મચારીઓએ મસ્ક પર દગો કરવાનો આરોપ મુક્યો છે.ઉલ્લેખનીય છે કે,એલોન મસ્કે ખરીદી માટેના કરાર અંતર્ગતની અનેક જોગવાઈઓના ઉલ્લંઘનનો દાવો કરીને કરાર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.