વડોદરા : જાણો કેવી રીતે સેલ્વિન પાઉલ પરમારે એક શ્રીમંત પરિવારની યુવતીને ફસાવીને તેની જિંદગી કરી નર્ક, PMO સુધી પહોચી વાત

213

– વડોદરાની રૂંવાતા ઊભા કરનારી ઘટના.ક્રિશ્ચિયન યુવકે કરોડપતિ હિન્દુ બિલ્ડરની દીકરીને શરીર પર બ્લેડના 500 ઘા મારવા મજબૂર કરી.દીકરીના પિતાએ ન્યાય માંગવા PMO સુધી પોતાની વાત મૂકવી પડી.

વડોદરાના છાણીની શ્રીમંત પરિવારની 23 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ક્રિશ્ચિયન યુવાન સેલબિન પાઉલ પરમારે ભગાવીને લગ્ન કરી લીધા.બાદમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને શરીર પર બ્લેડ વડે 500 જેટલા કાપા મારવા મજબૂર કરી હતી.વિષય એટલો ગંભીર બન્યો કે અંતે પ્રધાનમંત્રી કાર્યાલયે દખલ દેવી પડી હતી.વડોદરામાં 10 પાસ ક્રિશ્ચિયન યુવાન સેલ્વિન પરમારે, જે છાણી કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતો, એ જ વિસ્તારની એક ધનાઢ્ય હિન્દુ પરિવારની દીકરીને એમ કહીને ફસાવી હતી કે તે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને તેની પાસે ફેક્ટરી,રેતીની લીઝો,પેટ્રોલ પંપ વગેરે છે. 2 વર્ષ ચાલેલા પ્રેમ પ્રકરણ બાદ 2019માં તે ક્રિશ્ચિયન યુવાન તે દીકરીને ભગાવીને આણંદ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.

આ સમયગાળા દરમિયાન તેણે યુવતી સાથેની અંગત પળોના ફોટા તથા વિડીયો તેની જાણ બહાર ઉતારી લીધા હતા અને વારંવાર યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો.યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.ડોક્ટર પાસે તપાસ કરવાતા યુવતીના આખા શરીર પર બ્લેડના 500 થી વધુ ઘા જોવા મળ્યા હતા અને તે યુવતી એ છુપાવવા હમેશા આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરતી હતી.અંતમાં તે સેલ્વિનની ધમકીઓથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનું પણ મન બનાવી લીધું હતું.

લગ્ન બાદ યુવતીને સેલ્વિનના પિતા પાઉલ પરમારે ખોટી લાલચ આપી સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી.થોડા સમય બાદ સેલ્વિન, તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હતી.યુવતીને તેની ઈચ્છા વિરુદ્ધ નોનવેજ ખાવા પણ મજબૂર કરવામાં આવતી હતી.યુવતીને રોજ મારઝૂડ થતી હોવાની પરિવારને જાણ થતાં તેને ઘરે લઇ આવ્યા હતા.એ બાદ હકીકત જાણીને આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સેલ્વિન પાઉલ પરમાર,શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર સામે ગુનો નોંધી ક્રિશ્ચિયન યુવાન સેલ્વિન પરમારની અટકાયત કરી હતી.

SHE ટીમમાં ફરિયાદ કર્યા બાદ યુવતીના પરિવારને ખરાબ અનુભવ
દીકરીની આવી હાલત જોઇ ન શકતાં તેના પિતાએ ઓગસ્ટ 2021માં પોલીસની SHE ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી તેમના ઘરે છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી. જેમાં એક નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. પરિવારની આપવીતી જાણીને નોયલ વારંવાર દૂર જઈને સેલ્વિનને કોલ પર વાત કર્યા કરતો હતો.

સેલ્વિન સાથે ફોન પર વાત કરીને પરત ફરેલા નોયલે યુવતીના પિતા પાસે ઈશારાથી 5000 રૂપિયાની લાંચની માંગ કરી હતી.યુવતીના પિતા તે ઈશારો અને નોયલની મંશા સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને પૈસા આપ્યા જ્યાં તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો એટલે તેમણે રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા.ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ તેમણે પોતાની પાસે સાચવી રાખ્યા હતા.

નોયલ અને સેલ્વિન એક જ ધર્મના હોવાથી અમને તેની કામગીરી પર શંકા ઉપજતા એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.આ સાથે યુવતીના પિતાએ આ વિષયમાં ન્યાય માટે PMO સુધી અરજીઓ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશ બાદ આ વિષયમાં યોગ્ય તપાસ થયા બાદ પોલીસકર્મી નોયલ સોલંકી અને કોન્સ્ટેબલ સંજયકુમાર, કે જે પોતે SHE ટીમનો ભાગ નહોતો તો પણ માત્ર તોડ કરવાના ઇરાદે એ રાતે SHE ટીમની ગાડીમાં ફરિયાદીના બંગલે ગયો હતો,બંને પર આરોપો સાચા સાબિત થતાં બંનેને 22 જૂન 2022ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

હાલ પરિવારે દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલી દીધી છે.તેઓ આ ઘટનાક્રમથી એટલા ડઘાઈ ગયા છે કે તેઓ હવે પોતાની દીકરીને ભારત પાછી લાવવા જ નથી માંગતા.તેઓ ઈચ્છે છે કે હવે તેમની દીકરી અમેરીકામાં જ શાંતિથી પોતાની આગળની જિંદગી વિતાવે.

Share Now