ભાવવધારાનો વિરોધ કરવા બદલ ‘ભગવાન શંકર’ની કરાઈ અટક

118

ધાર્મિક લાગણી દુભાવવા તેમ જ રાજકીય હેતુ માટે ધર્મનો દુરુપયોગ કરવા બદલ આસામના યુવક સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ફરિયાદ એક શેરી-નાટક દરમ્યાન ભગવાન શિવનો વેશ ધારણ કરનાર યુવકની ધાર્મિક લાગણીઓને દૂભવવાના આરોપસર અટક કરવામાં આવી છે.મોદી સરકારનો મોંઘવારી સામે વિરોધ કરવા બિરિંચી બોરાએ ભગવાન શિવનો વેશ ધારણ કર્યો હતો અને તેની સહકલાકાર (જેણે પાર્વતીનો ડ્રેસ પહેર્યો હતો)એ એક લઘુ નાટક રજૂ કર્યું હતું જેને સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે એનો વિરોધ કર્યો હતો,ત્યાર બાદ આરોપી સામે ધાર્મિક લાગણી દૂભવવાનો તેમ જ રાજકીય હેતુ માટે ધર્મનો દુરુપયોગ કરવાનો આરોપ કરતી ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદ બાદ બિરિંચી બોરાની અટક કરવામાં આવી હતી અને તેને નાગાવ સદર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો.શેરી-નાટકમાં બિરિંચી વોરા અને તેની સાથીકલાકાર પરિષમિતા શિવ અને પાર્વતીનો પોશાક પહેરીને રસ્તા પર ટૂ-વ્હીલર ચલાવી રહ્યાં છે.સ્ટ્રીટ-પ્લેમાં નક્કી કરેલા સ્થળે તેમનું વાહન અટકી જાય છે,કારણ કે એનું પેટ્રોલ પૂરું થઈ જાય છે,એથી શિવ અને પાર્વતી વચ્ચે ઝઘડો થાય છે,જેમાં શિવ પેટ્રોલની કિંમત અને અન્ય મુદ્દાઓ પર મોદી સરકારની ટીકા કરે છે.તેણે વસ્તુઓના વધતા જતા ભાવના મુદ્દે નરેન્દ્ર મોદી સરકારનો વિરોધ કરવા બહાર આવવાની અપીલ કરી છે.પોલીસે જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં આરોપીની અટક કરવામાં આવી હતી ત્યાર બાદ તેની ધરપકડ કરીને બૉન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો.

Share Now