આ છે સોશ્યલ મીડિયાનો પ્રતાપ

127

શ્રીલંકામાં પ્રદર્શનકર્તાઓએ સોશ્યલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવાને લીધે આજે આ પરિસ્થિતિ સર્જાય છે શ્રીલંકામાં જે રીતે વિરોધ પ્રદર્શન થયું છે એનાથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે.હવે ભૂતપૂર્વ બ્યુરોક્રેટ શશી ધનાતુંગેએ શ્રીલંકામાં ભારે વિરોધ-પ્રદર્શન માટે ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો હતો તો તાજેતરમાં વિરોધ-પ્રદર્શનમાં સોશ્યલ મીડિયાની મુખ્ય ભૂમિકા હોવાનું પણ જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં શ્રીલંકામાં યુવાનો દ્વારા શાંતિપૂર્ણ અને રચનાત્મક રીતે વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ હતી.

રાજકારણીઓ અને સંસદ કે ભાવિ નેતાઓ ભૂતકાળમાં જે રીતે નિર્ણયો લેતા હતા એ રીતે હવે નહીં લઈ શકે.લોકોએ એક નવા અધ્યાયની શરૂઆત કરી છે.ખૂબ ચર્ચાવિચારણા કરવી પડશે.ભવિષ્યમાં પારદર્શિતા રાખવી પડશે અને કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ખૂબ વિચાર કરવો પડશે.’

વિરોધ-પ્રદર્શનમાં સોશ્યલ મીડિયાની ભૂમિકા તેમણે વધુ કહ્યું હતું કે‘શ્રીલંકામાં વિરોધ-પ્રદર્શનકર્તાઓને એક કરવામાં સોશ્યલ મીડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.યુવાનોએ વિરોધ-પ્રદર્શનનું સુકાન સંભાળ્યું હતું.યુવાનો સોશ્યલ મીડિયા દ્વારા એક થયા અને સત્તા પર રહેલા લોકોને પડકાર ફેંક્યો હતો,દેશને યોગ્ય માર્ગ પર લઈ જવા માટે તેમના પર પ્રેશર કર્યું હતું.શ્રીલંકામાં મોબાઇલ કનેક્ટિવિટીનું પ્રમાણ ખૂબ વધારે છે ત્યારે પ્રદર્શનનું નેતૃત્વ કરનારાઓએ સોશ્યલ મીડિયાનો મૅક્સિમમ ઉપયોગ કર્યો હતો.શ્રીલંકામાં મોટા ભાગનાં મીડિયા હાઉસિસને સરકાર કે રાજકારણીઓ દ્વારા મૅનેજ કરવામાં આવી રહ્યાં હતાં એટલે પ્રદર્શનકર્તાઓએ અસરકારક રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.’

સ્થિતિમાંથી ઊગરવા તેમણે કહ્યું હતું કે‘આઇએમએફ ખાતે શ્રીલંકાનો રેકૉર્ડ ખરાબ છે.શ્રીલંકાએ આઇએમએફને આપેલાં વચનો અને લક્ષ્યાંકો પાર પાડ્યાં નથી.’આર્થિક સ્થિતિ કેવી રીતે વિકટ થઈ એના વિશે તેમણે કહ્યું હતું કે‘મહિન્દા રાજપક્સેએ પોતાના પરિવારના સભ્યોને જ મહત્ત્વનાં પદ સોંપ્યાં હતાં એની સાથે જ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો.મોટા ભાગની યોજનાઓ વાસ્તવિક જરૂરિયાતો કરતાં રાજકીય હેતુઓ પાર પાડવા માટે અમલમાં લેવાઈ હતી.’

Share Now