સર્વોચ્ચ અદાલતે એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યો સામે કોર્ટના નિર્ણય પહેલાં કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો : સ્પીકરને પણ જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાનો આપ્યો નિર્દેશ મહાવિકાસ આઘાડી સરકાર વખતે શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોએ પક્ષના વ્હિપનું ઉલ્લંઘન કરવા બદલ ડેપ્યુટી સ્પીકરે તેમને નોટિસ મોકલીને જવાબ નોંધાવવાનું કહ્યું હતું.આ નોટિસને સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથે પડકારી હતી.સુપ્રીમ કોર્ટે આ માટે ૧૧ જુલાઈ એટલે કે ગઈ કાલે સુનાવણી રાખી હતી.આથી બધાની નજર કોર્ટ શું કહે છે એના પર હતી.
જોકે સર્વોચ્ચ અદાલતે આ બાબતે ગઈ કાલે સુનાવણી હાથ નહોતી ધરી અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને એકનાથ શિંદે જૂથના વ્હિપનું પાલન ન કરનારા ૧૪ વિધાનસભ્ય સામે કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આ વલણથી એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોને થોડો સમય મળી ગયો છે.આ મામલે ૭ અરજી દાખલ કરવામાં આવી છે,જેની સુનાવણી હવે ટૂંક સમયમાં પાંચ કે તેથી વધુ જસ્ટિસની કૉન્સ્ટિટ્યુશનલ બેન્ચ સમક્ષ હાથ ધરાવાની શક્યતા છે.
શિવસેનાએ બળવો કરનારા એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી,જેની સુનાવણી ગઈ કાલે હાથ ધરવામાં આવી હતી.ચીફ જસ્ટિસ એન.વી.રમાના,જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ કૃષ્ણકુમારીની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થઈ હતી.