ભારે વરસાદને કારણે ૮ જુલાઈના શુક્રવારે અમરનાથની ગુફા નજીક પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ૧૬ જણ મૃત્યુ પામ્યા હતા તથા ૩૦ કરતાં વધુ ગુમ થયા હતા પ્રતિકૂળ હવામાનને કારણે એક દિવસ માટે રદ કરવામાં આવ્યા બાદ ગઈ કાલે ૪૦૦૦ કરતાં વધુ યાત્રાળુઓ દિક્ષણ કાશ્મીર હિમાલયમાં ૩૮૮૦ મીટરની ઊંચાઈએ સ્થિત બેઝ કૅમ્પ જવા માટે રવાના થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ભારે વરસાદને કારણે ૮ જુલાઈના શુક્રવારે અમરનાથની ગુફા નજીક પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ૧૬ જણ મૃત્યુ પામ્યા હતા તથા ૩૦ કરતાં વધુ ગુમ થયા હતા.યાત્રાળુઓના નવા બેચને ગઈ કાલે નુનવાન બેઝ કૅમ્પથી પહલગામ રૂટ પર આગળ વધવાની પરવાનગી આપવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે યાત્રાળુઓ આજે સવારે પવિત્ર ગુફા પર બાબા અમરનાથનાં દર્શને પહોંચશે.દરમ્યાન શુક્રવારે વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનને કારણે ગુફા સુધી પહોંચવાના રસ્તાને નુકસાન પહોંચતાં લશ્કરે પવિત્ર ગુફાની બહાર કામચલાઉ પગથિયાં તૈયાર કર્યાં છે.અમરનાથની યાત્રા ૧૧ ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.