મુંબઈમાં ભારે વરસાદની આગાહી, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે

131

મુંબઈ : તા.12 જુલાઈ 2022,મંગળવાર : મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. BMCએ ટ્વીટ કર્યું હતું કે,આજે તીવ્ર પવન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.મુંબઈ ઈન્ડિયન મેટ્રોલોજીકલ સેન્ટરે માહિતી આપી છે કે,આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ,પાલઘર,થાણે,રાયગઢ,પુણે અને સતારા,નાંદેડ,હિંગોલી,પરભણી,લાતુર જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.IMDએ મહારાષ્ટ્રના કોલ્હાપુર,પાલઘર,નાસિક,પુણે અને રત્નાગીરી જિલ્લાઓમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.રાજ્યની રાજધાની મુંબઈમાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન કેન્દ્ર (IMD)એ સોમવારે જણાવ્યું હતું કે,આગામી 4થી 5 દિવસ દરમિયાન છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશ,ઓડિશા,મહારાષ્ટ્ર,ગુજરાત રાજ્ય,કેરળ,માહે,તટીય આંધ્ર,તેલંગાણા અને કર્ણાટક રાજ્યમાં છૂટાછવાયા સાથે ભારે વરસાદની સંભાવના છે.સાથે જ રાજ્યમાં હળવા અને મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે.

અધિકારીના જણાવ્યા અનુસાર,નાશિક જિલ્લાના સુરગાનામાં સૌથી વધુ 238.8 મીમી,પેઠમાં 187.6 મીમી અને ત્ર્યંબકેશ્વરમાં 168 મીમી વરસાદ નોંધાયો છે.તેમણે કહ્યું હતું કે,સોમવારે બપોરે 3:00 વાગ્યે ગંગાપુર ડેમમાંથી 10,035 ક્યુસેક,ડરનામાંથી 15,088 ક્યુસેક,કડવામાંથી 6,712 અને નાંદુર-મધ્યમેશ્વરમાંથી 49,480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Share Now