ગુજરાતમાં હેરોઈનનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું, ATSએ મુન્દ્રા પોર્ટ પરથી 350 કરોડનો માલ જપ્ત કર્યો

170

ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી(ATS)એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી આશરે 70 કિલો હેરોઈન જપ્ત કર્યું છે,જેની કિંમત અંદાજિત 350 કરોડ રૂપિયા છે.એવું કહેવામાં આવ્યું હતું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે,તેથી જપ્ત કરાયેલ સામગ્રીની માત્રા અને કિંમત વધી શકે છે.અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ ઇનપુટના આધારે એટીએસએ એક શિપિંગ કન્ટેનરની શોધ કરી,જે થોડા સમય પહેલા બીજા દેશમાંથી આવી હતી અને તેને બંદરની બહાર નૂર સપ્લાય સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું.તેમણે કહ્યું કે ATSએ કન્ટેનરમાંથી લગભગ 70 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.

એટીએસ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(ડીઆરઆઈ)સહિતની વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ તાજેતરના દિવસોમાં અન્ય દેશોમાંથી ગુજરાતના બંદરો પર આવતા કન્ટેનરમાંથી કરોડો રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે.ડીઆરઆઈએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી આશરે 3,000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું,જે અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું માનવામાં આવે છે અને વૈશ્વિક બજારોમાં તેની કિંમત આશરે 21,000 કરોડ રૂપિયા હતી.

Share Now