મોંઘવારી વચ્ચે મહાનગર ગૅસે ફરી ભાવ વધાર્યા

120

મુંબઈ : સામાન્ય લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે વાહનોમાં વપરાતો સીએનજી અને ઘરોમાં વપરાતો પીએનજી ગૅસ પૂરો પાડતી મહાનગર ગૅસ કંપનીએ ફરી એક વખત ભાવમાં વધારો કર્યો છે.એપ્રિલ મહિનામાં જ ધરખમ વધારો કર્યા બાદ કંપનીએ ગઈ કાલે સીએનજી ગૅસમાં ચાર રૂપિયા પ્રતિ કિલો વધારો કરવાથી ગૅસનો ભાવ ૮૦ રૂપિયા થયો છે,જ્યારે ઘરોમાં વપરાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (પીએનજી)માં ત્રણ રૂપિયાનો વધારો કરવાથી એનો ભાવ ૪૮.૫૦ રૂપિયા થયો છે.

ભાવવધારો ગઈ કાલ રાતથી જ લાગુ કરવામાં આવ્યો હતો.મહાનગર ગૅસ કંપનીએ ગઈ કાલે ભાવવધારા સંબંધિત સર્ક્યુલર જાહેર કર્યો હતો.એમાં દેશમાં ગૅસના વધી રહેલા ભાવને કારણે ગૅસના ઉત્પાદનની કિંમત પર અસર થઈ રહી હોવાથી સીએનજી અને પીએનજી ગૅસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે મહાનગર ગૅસ કંપનીએ ૨૯ એપ્રિલે સીએનજી અને પીએનજી ગૅસના ભાવમાં ૪ રૂપિયાનો વધારો કર્યો હતો.કંપનીએ ફરી ગૅસના ભાવમાં વધારો કરવાથી રસોડાનું બજેટ ખોરવવાની સાથે સીએનજીથી ચાલતા ઑટો રિક્ષા અને ટૅક્સી સહિતના વાહનધારકો પર વધારાનો બોજો
આવી પડશે.

Share Now