ગુજરાત બાદ યુપીમાં પણ ફેક ક્રિકેટ લીગનો પર્દાફાશ

119

નવી દિલ્હી : ગુજરાત બાદ ઉત્તર પ્રદેશમાં પણ ચાલતી બોગસ ક્રિકેટ લીગનો પર્દાફાશ થયો છે,જેમાં આયોજકો આઇપીએલ જેવી જ ખોટી ટુર્નામેન્ટનું આયોજન કરીને રશિયાના જુગારીઓને છેતરતા હતા.યુપી પોલીસે આ મામલે બે આરોપીઓને પકડ્યા છે.

પંજાબ લીગ જેવું નામ આ બોગસ ક્રિકેટ લીગને બિગ બૉસ ટી૨૦ પંજાબ લીગ એવું નામ આપવામાં આવતું હતું,જે મેરઠના ક્રિકેટ મેદાનમાં આયોજિત કરવામાં આવતી હતી.ક્રિક હિરોઝ નામની મોબાઇલ ઍપ્લિકેશનમાં આયોજકો મૅચમાં સટ્ટો રમવા માટે જુગારીઓને લાલચ આપતા હતા.જે રીતે ગુજરાતમાં ખોટી લીગ ચલાવવામાં આવતી હતી એ જ પ્રમાણે અહીં પણ મુખ્ય સૂત્રધાર મૉસ્કોમાં બેસીને સમગ્ર કામગીરી સંભાળતો હતો.આ મામલે પોલીસે શિતાબ આલિયા શબ્બુ અને રિષભ તરીકે ઓળખાતી બે વ્યક્તિની ધરપકડ કરી છે.પાકિસ્તાનની સંડોવણી હાપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક ભુકરે જણાવ્યું હતું કે રશિયામાં બેસેલો મુખ્ય સૂત્રધાર અશોક ચૌધરી રિષભને મૅચદીઠ ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવતો હતો.ખેલાડીઓને પણ મૅચદીઠ ચુકવણી કરવામાં આવતી હતી.વૉટ્સઍપ-કૉલ અને મેસેજ પરથી ખબર પડી કે ફોન-નંબર્સ રશિયાના હતા અને એક પાકિસ્તાનનો નંબર હતો.મેરઠમાં છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી આ મૅચ રમાતી હતી.ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી ટુર્નામેન્ટ

ખરી આઇપીએલ મૅચ પૂરી થયાનાં ત્રણ સપ્તાહ બાદ ગુજરાતમાં નકલી ટી૨૦ લીગ શરૂ થઈ હતી,જેમાં એક ગામમાં ખેડૂતો અને બેરોજગાર યુવકને પૈસા આપીને મૅચ રમાડવામાં આવતી હતી,જેને આઇપીએલ નામની યુટ્યુબ ચૅનલમાં ઑનલાઇન દર્શાવવામાં આવી હતી.એમાં રશિયાના જુગારીઓ ટેલિગ્રામની મદદથી રશિયન કરન્સીમાં જુગાર રમતા હતા.આ ટુર્નામેન્ટ ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી ત્યારે પોલીસને માહિતી મળતાં એનો પર્દાફાશ થયો હતો.મેદાનમાં હાઈ રેઝોલ્યુશન કૅમેરા ફિટ કરવામાં આવ્યા હતા અને સ્કોરબોર્ડ તથા અગાઉથી રેકૉર્ડ કરેલો ગિરદીના અવાજનો પણ ઉપયોગ થતો હતો,જેથી આ કોઈ મહત્ત્વની ટુર્નામેન્ટ હોય એવો માહોલ ઊભો કરવામાં આવતો હતો.રણજી ખેલાડીઓનાં નામનો ઉપયોગ

યુપી પોલીસને તપાસ બાદ ખબર પડી કે રશિયામાં આવી લીગ ચલાવતા આસિફ મોહમ્મદ સાથે મુખ્ય સૂત્રધાર અશોક ચૌધરી સંપર્કમાં હતો.મૅચ તો સ્થાનિક ખેલાડી વચ્ચે રમાતી હતી,પરંતુ તેમને નામ રણજી ખેલાડીઓનાં આપવામાં આવતાં હતાં.પોલીસે પકડેલા બે આરોપી પાસેથી ૧૫,૧૫૦ રૂપિયા,૭૮૦૦ શ્રીલંકન રૂપિયા,૬ મોબાઇલ ફોન,બે ડેબિટ કાર્ડ,બે કૅમેરા અને એક એલસીડી મૉનિટર જપ્ત કર્યું હતું.

Share Now