નવી િદલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધી અંગત મુલાકાતે યુરોપ ગયા છે.જો કે,રાષ્ટ્રપતિની ચૂંટણી અને સંસદના ચોમાસુ સત્ર પહેલા તેઓ 17 જુલાઈ(રવિવાર)ના રોજ પરત ફરે તેવી અપેક્ષા છે.ઉલ્લેખનીય છે કે ચોમાસું સત્ર 18મી જુલાઈએ શરૂ થશે અને તે 6 ઓગસ્ટે સમાપ્ત થશે.સંસદના આ સત્રમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે.
રાહુલ ગાંધીનો આ વિદેશ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસનું ગોવા યુનિટ સંકટનો સામનો કરી રહ્યું છે.રાહુલના વિદેશ પ્રવાસ અંગે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.દરમિયાનમાં,કોંગ્રેસ પાર્ટી પણ ગુરુવારે પોતાના પ્રમુખની ચૂંટણીને લઈને બેઠક યોજવા જઈ રહી છે.રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર રહી શકશે નહીં.ગુરુવારે યોજાનારી કોંગ્રેસની બેઠકમાં 2 ઓક્ટોબરથી શરૂ થનારી‘ભારત જોડો યાત્રા’અથવા એકતા ભારત અભિયાનની યોજનાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.બેઠકમાં રાહુલ ગાંધીની ગેરહાજરી નેતૃત્વના પ્રશ્ન અંગે અટકળોને વધુ વેગ આપશે.