હરીપુરા ગામેથી કડોદરા પોલીસે લીસ્ટેડ બુટલેગર શંભુ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

153

બારડોલી : દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ અને પોલીસને નાકે દમ કરી રહેલો લિસ્ટેડ બુટલેગરના સાગરીતો મળસ્કેના સમયે દારૂ કારટિંગ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ પહોંચી પોલીસે ઘટના સ્થળેથી ચાર વાહનો 1.39 લાખનો વિદેશી દારૂ સાથે 20.39 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ એકને દબોચી લેવામાં આવ્યો હતો પોલીસે આ ગુનામાં 10 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા મળતી માહિતી અનુસાર ગત બુધવારેના રોજ વહેલી સવારનાં 5 વાગ્યાના અરસામાં બારડોલી વિભાગીય પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર

એચ.બી.ગોહીલ નાંઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે હરિપુરા ગામની સીમમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂનું કાટિંગ થઈ રહ્યું છે જે બાતમી આધારે કડોદરા પોલીસ પી.આઈ.એચ.બી.ગોહિલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા હરીપુરા ગામની સીમમાં,ધીરજ ઇન્ડસ્ટ્રીઝ તરફ જવાના રોડ ઉપર,વડના ઝાડનાં પાસે,રોડ સાઇડમાં જાહેરમાં કાટિંગ કેટલાક માણસો દેખાયા હતા પોલીસ જોઈ અંધારાનો લાભ લઇ કેટલાક માણસો ત્યાથી નાશી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસે હયુન્ડાઇ કંપનીની ક્રેટા કાર નં.GJ 19 BA 6820 ને ચાલક સાથે સ્થળ ઉપર પકડી લીધો હતો જેનું નામ પૂછતાં

કાનો મારવાડી ઉર્ફે ધર્મેશ શાંતીલાલ ઉદયલાલ જૈન(ખટીક)(ઉ.વ.૨૮,હાલ રહેવાસી ચલથાણ,મારૂતી કોમ્પલેક્ષ,બીજા માળે,પહેલો લેટ,વિજયભાઇ શાહનાં ભાડાનાં ફલેટમાં તા.પલસાણા,જી.સુરત મુળ રહેવાસી- આમેઠ,તા.આમેઠ,જી.રાજસમદ,રાજસ્થાન)હોવાનું જણાવ્યું હતું પોલીસે નંબર વગરની મારૂતી કંપનીની સીઆઝ કાર તથા હોન્ડા કંપનીની એકટીવા 6G મોટર સાયકલ તથા હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે જુદીજુદી પ્રકારની 1111 વિદેશી દારૂની બોટલ ઝડપી લેવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી- ટીન બીયરની બાટલી નંગ-,કુલ્લે કી.રૂ .1,39,650/- તથા મોબાઇલ ફોન- 3,કી.રૂ .72,50પ /-તથા જીઓ કંપનીનું રાઉટર- 1,કી.રૂ.1000/-તથા વાહનો નંગ- 4,કીં.રૂ .18,80,000/-મળી, કુલ્લે કીં.રૂ .20,93,150/”નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી

Share Now