નવી િદલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનો પુત્ર હન્ટર બાઇડેન પોતાના કૌભાંડોને કારણે ચર્ચામાં રહે છે.એટલું જ નહીં,હવે તેના કૌભાંડો તેને ઘેરી રહ્યા છે.હવે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ હન્ટર પર વેશ્યાવૃત્તિ માટે કેસ ચલાવી શકે છે.આવું એટલા માટે કે કેટલાક દસ્તાવેજો સામે આવ્યા છે,જે દર્શાવે છે કે હન્ટર બાઇડેને પાંચ મહિનામાં એસ્કોર્ટ્સ પર 30 હજાર ડોલર એટલે કે લગભગ 24 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ,આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હન્ટરે યુક્રેનની એક મહિલાને ચેક ઇસ્યુ કર્યો હતો.બેંકોએ આ ટ્રાન્ઝેક્શનને શંકાસ્પદ પ્રવૃત્તિ ગણી તેને રેડ ફ્લેગ કર્યું હતું.જેપી મોર્ગન ચેઝે એક શંકાસ્પદ પ્રવૃત્તિનો રિપોર્ટ નોંધાવ્યો હતો જેમાં ફ્લોરિડા અને ન્યૂયોર્ક સ્થિત એકાતેરીના મોરોવાને હન્ટરની કંપની પાસેથી હજારો ડોલર મળ્યા હતા,ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી.આ સિવાય કથિત રીતે આ મહિલાઓ પાસેથી પૈસા પણ મળી આવ્યા હતા જેમને સેક્સ માટે હન્ટર બોલાવતા હતો.
ઘણા વર્ષો પહેલા હન્ટર બાઇડેને એક દુકાનદારને લેપટોપ રીપેરિંગમાટે આપ્યું હતું.બાદમાં તે લેપટોપમાંથી તેના અંગત ફોટા અને દસ્તાવેજો લીક થયા હતા.હન્ટરની તસવીરો અને વીડિયો ઘણી વેબસાઈટ પર ફરતા થયા હતા.દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ તસવીરો અને માહિતી બાઇડેનના મોબાઈલ અને લેપટોપમાંથી બહાર આવી હતી.
સિક્રેટ સર્વિસે પણ સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી.દરમિયાનમાં જો બાઇડેનને એક પ્રદર્શનકર્તાએ તેમના પુત્રના કારનામા વિશે પ્રશ્નો પૂછતા અમેરિકન રાષ્ટ્રપતિએ શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.વિરોધકર્તાએ પૂછ્યું હતું કે શું તે તેના પુત્રના લીક થયેલા ફોટા અને વીડિયો વિશે જાણતા હતા.જેના જવાબમાં રાષ્ટ્રપતિએ તેને ચૂપ રહેવા કહ્યું હતું.