સુરત : કુતરું આડું આવતાં મોટર સાયકલ સ્લીપ થતાં વીમાદારના પગની ઘુંટીમાં થયેલી ઈજાની સારવારનો ક્લેઈમ નકાર્યો હતો વીમાદારે વીમા પોલીસી લેતા અગાઉ ડાયાબીટીઝ તથા બ્લડપ્રેશરની બિમારી હોવાનું કારણ આગળ ધરીને પગની ઘૂંટીની સર્જરીનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વાર્ષિક ૭ ટકાના વ્યાજ સહિત ક્લેઈમની કુલ રકમ રૃ.1.09 લાખ તથા અરજીખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર ત્રીસ દિવસમાં ચુકવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા સભ્ય રૃપલ બારોટે હુકમ કર્યો છે.
રું આડું આવતાં મોટર સાયકલ સ્લીપ થતાં વીમાદારના પગની ઘુંટીમાં થયેલી ઈજાની સારવારનો ક્લેઈમ નકાર્યોનકાર્યો હતોવીમાદારે વીમા પોલીસી લેતા અગાઉ ડાયાબીટીઝ તથા બ્લડપ્રેશરની બિમારી હોવાનું કારણ આગળ ધરીને પગની ઘૂંટીની સર્જરીનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વાર્ષિક ૭ ટકાના વ્યાજ સહિત ક્લેઈમની કુલ રકમ રૃ.1.09 લાખ તથા અરજીખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર ત્રીસ દિવસમાં ચુકવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા સભ્ય રૃપલ બારોટે હુકમ કર્યો છે.
પુણા સીમાડા રોડ ખાતે રાધા મંદિર સોસાયટીમાં રહેતા ફરિયાદી જીતેન્દ્ર મનજી મોરડીયા એ નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીની કુલ રૃ.2 લાખના સમએસ્યોર્ડ ધરાવતી પોતાના તથા પરિવારના સભ્યોની પરિવાર મેડીકલેઈમ વીમા પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં હોવા દરમિયાન તા.30-12-20ના રોજ એ.કે.રોડ પર કુતરું આડું આવતા ફરિયાદીની મોટર સાયકલ સ્લીપ થવાથી જમણાં પગમાં ઈજા થયા બાદ પ્રાથમિક સારવાર લીધી હતી.પરંતુ દુઃખાવો ઓછો ન થતાં તા.18મી જાન્યુઆરીના રોજ તન્મય હોસ્પિટલમાં નિદાન કરાવતા ઘુંટણની ઈજાની સારવાર અને સર્જરી કરાવી હતી.જે અંગે થયેલા કુલ રૃ.1. 09 લાખનો ખર્ચનો ફરિયાદીએ ક્લેઈમ કરતાં વીમા કંપનીએ અગાઉની બિમારી હોવાનું જણાવીને નકારી કાઢ્તા નરેશ નાવડીયા મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી.સુનાવણીમાં જણાવાયું કે,વીમા કંપનીએ માત્ર અનુમાનના આધારે ક્લેઈમ નકારી શકે નહીં તે માટે ઠોસ પુરાવો રજુ કરવો જોઈએ.