સુરત : વેસુના સફલ સ્કેવર નજીક ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગમાં સ્પા ડે નામની દુકાનમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડી ઉમરા પોલીસે થાઇલેન્ડની એક સહિત પાંચ લલના અને બે ગ્રાહક તથા સ્પાની મહિલા માલિકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેસુના સફલ સ્કેવર નજીક ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગના બીજા માળે સ્પા ડે નામની દુકાનમાં ઉમરા પોલીસે ગત રોજ પાડયા હતા.જયાંથી ભાડાની દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી રીયા અનીશ ઘઇ (ઉ.વ.30 રહે.સી/202,ધનલક્ષ્મી એવીટા,મગદલ્લા અને મૂળ.બી/4,એક્ટિવ ગ્રીન એપાર્ટમેન્ટ,ટાંગરા,કલકત્તા,પ.બંગાળ)ઉપરાંત ચાર ભારતીય અને એક થાઇ લલના તથા શરીરસુખ માણવા આવનાર બે ગ્રાહકને ઝડપી પાડયા હતા.પોલીસે રીયા પાસેથી રોકડા રૂ.12 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.18 હજાર કબ્જે લીધા હતા.ઉલ્લેખનીય છે કે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર રીયા મસાજ કરાવવા આવનાર ગ્રાહક પાસેથી રૂ.1 હજાર અને શરીરસુખ માણવા આવનાર પાસેથી રૂ.2 હજાર વસુલતી હતી.જયારે લલનાને ગ્રાહકદીઠ રૂ.500 ચુકવતી હતી.