
ગયા જ અઠવાડિયે ઈડીએ સંજય પાંડેની અન્ય એક કેસમાં પૂછપરછ કરી હતી,જેમાં એનએસઈના ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી એક બ્રોકરે કો-લોકેશન ફૅસિલિટીનો ઉપયોગ કરી જોરદાર કમાણી કરી હતી એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઈડી)એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે સામે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ હવે ગુનો નોંધ્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ સંજય પાંડે અને તેમની કંપની આઇ સેક સિક્યૉરિટીઝ અને અન્યો સામે નોંધાવેલા એફઆઇઆરના સંદર્ભે આ ગુનો નોંધાયો છે.સંજય પાંડે પર આરોપ છે કે ૨૦૦૯થી ૨૦૧૭ દરમ્યાન તેમની કંપનીએ નૅશનલ સ્ટૉક એક્સચેન્જના એક કર્મચારીના ફોન ટેપ કર્યા હતા.
સીબીઆઇએ શુક્રવારે જ સંજય પાંડે,એનએસઈનાં ભૂતપૂ્ર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને ત્યાં રેઇડ પાડી સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.મુંબઈ,પુણે,દિલ્હી-એનસીઆર,લખનઉ,કોટા અને ચંડીગઢ મળી કુલ ૧૮ જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી.ગયા જ અઠવાડિયે ઈડીએ સંજય પાંડેની અન્ય એક કેસમાં પૂછપરછ કરી હતી,જેમાં એનએસઈના ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી એક બ્રોકરે કો-લોકેશન ફૅસિલિટીનો ઉપયોગ કરી જોરદાર કમાણી કરી હતી.