
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઍરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કર્યું હતું. એ વખતે દ્રૌપદી મુર્મુ સાથે બીજેપીના નેતા વિનોદ તાવડે પણ હતા. દ્રૌપદી મુર્મુ શિવસેનાના એકનાથ શિંદે ગ્રુપના એમએલએને પણ મળ્યાં હતાં.
નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગઈ કાલે મુંબઈ આવ્યાં હતાં અને બીજેપી તથા શિવસેનાના નેતાઓ અને સંસદસભ્યોને ઍરપોર્ટ નજીકની એક હોટેલમાં મળ્યાં હતાં.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઍરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કર્યું હતું.એ વખતે દ્રૌપદી મુર્મુ સાથે બીજેપીના નેતા વિનોદ તાવડે પણ હતા.દ્રૌપદી મુર્મુ શિવસેનાના એકનાથ શિંદે ગ્રુપના એમએલએને પણ મળ્યાં હતાં.
એવી ચર્ચા હતી કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સપોર્ટ કરવાની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મુ તેમને મળવા તેમના બાંદરાના નિવાસસ્થાન‘માતોશ્રી’જશે, પણ તેઓ ત્યાં ગયાં નહોતાં.શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે શિવસેનાએ તેમને સપોર્ટ આપ્યો છે એથી તેમણે મળવા આવવું જ જોઈએ એવું જરૂરી નથી.