એક તો હાઇવે પર પડેલા ખાડાને કારણે વાહનો લઈને જવું ભારે પડી જાય છે એવામાં પાણી ભરેલા હાઇવે જેવા રસ્તા પર વાહનો કઈ રીતે ચલાવવાં એ એક પ્રશ્ન થઈ પડ્યો છે.’હવામાન વિભાગે મુશળધાર વરસાદની જાહેરાત કરી હોવાથી ગઈ કાલે સારો એવો વરસાદ પડ્યો હતો.ભારે વરસાદને કારણે ગઈ કાલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર નાયગાંવ-વસઈ બાજુએ લોઢાધામ પાસે વરસાદનાં પાણી ભરાતાં લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.
હાઇવે પર કાર લઈને ભાઈંદરથી વસઈ જતા સમીર શાહે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘હાઇવે પણ પાણી ભરાતું નથી,પરંતુ ભારે વરસાદને કારણે ગઈ કાલે લોઢાધામ પાસે ખૂબ પાણી ભરાયાં હતાં.એક તો હાઇવે પર પડેલા ખાડાને કારણે વાહનો લઈને જવું ભારે પડી જાય છે એવામાં પાણી ભરેલા હાઇવે જેવા રસ્તા પર વાહનો કઈ રીતે ચલાવવાં એ એક પ્રશ્ન થઈ પડ્યો છે.’પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ.માણિક ગુરસાલે જણાવ્યું કે‘નવસારીમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર તથા ગુજરાતના અન્ય ભાગોમાં પાણી ભરાઈ જતાં વાહનોની અવર-જવર ધીમી પડી ગઈ છે.જિલ્લા ઑથોરિટીએ જણાવ્યા પ્રમાણે,પાલઘરમાં ગુરુવારે સવારે સાડાઆઠ વાગ્યા સુધી સરેરાશ ૨૨૨.૩૧ મીમી વરસાદ પડ્યો હતો.મોખડામાં સૌથી વધુ ૨૯૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬૦.૯ મીમી વરસાદ પડ્યો હોવાનું જણાવાયું હતું.