મુંબઈમાં શિવસેનાના સ્થાપક સ્વ.બાળ ઠાકરેના સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી.બાળ ઠાકરેનું નવેમ્બર ૨૦૧૨માં બાંદરા ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતુંબૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હેરિટેજ પૅનલે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈમાં શિવસેનાના સ્થાપક સ્વ.બાળ ઠાકરેના સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી.બાળ ઠાકરેનું નવેમ્બર ૨૦૧૨માં બાંદરા ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.
કૉર્પોરેશન અને મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી(એમએચસીસી)એ શિવાજી પાર્ક વિસ્તારમાં મેયરના બંગલાને બાળ ઠાકરેના સ્મારકમાં રૂપાંતરિત કરવાના ૨૦૧૭માં મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજીના પ્રતિભાવમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ.કર્ણિકની ડિવિઝન બેન્ચ સમક્ષ ઍફિડેવિટ્સ સુપરત કરી હતી.કૉર્પોરેશનની ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે‘મે ૨૦૧૮માં રાજ્ય સરકારે મેયરના બંગલાને‘બાળ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક’માં બદલવાની મંજૂરી આપી હતી અને લૅન્ડ રિઝર્વેશનને ગ્રીન ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવ્યું હતું.આ રૂપાંતરણ મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ(એમઆરટીપી)ઍક્ટની જોગવાઈઓને અનુસરીને કરવામાં આવ્યું હતું.એમએચસીસીની ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર મેયરનો બંગલો ગ્રેડ-ટૂ-બી હેરિટેજ ઇમારત હતી અને કમિટીએ સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક એનઓસી આપ્યાં હતાં.ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ માટે પરવાનગી ન હોવાનો પિટિશનમાં થયેલો આક્ષેપ સાચો નથી.હાઈ કોર્ટ આ મામલે ૨૫ ઑગસ્ટે સુનાવણી હાથ ધરશે.