જસ્ટિસ એમ.એસ.કર્ણિકની બેન્ચે કહ્યું હતું કે‘ઍટ લીસ્ટ,એક રાજકારણી કહે કે તેને આ ગેરકાયદે હોર્ડિંગ્સ નથી જોઈતાં.તેમણે સાથે જ પ્રશાસનને નિર્દેશ આપતાં કહ્યું છે કે આ પ્રકારનાં હોર્ડિંગ્સ લગાડવાં જ ન દો.
મુંબઈ સહિત રાજ્યભરમાં લાગતાં ગેરકાયદે હોર્ડિંગ્સ પ્રત્યે તીખી ટિપ્પણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું છે કે જો રાજકારણીઓની ચડામણી ન હોય તો એક પણ વ્યક્તિ ગેરકાયદે હોર્ડિંગ ન લગાડે.ગેરકાયદે પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાડી ગામ અને શહેરો ગંદાં થતાં હોવાથી એ સંદર્ભે કરાયેલી ઘણી બધી જનહિતની અરજીઓની એકસાથે ચાલી રહેલી સુનાવણી દરમ્યાન બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ.કર્ણિકની બેન્ચે કહ્યું હતું કે‘ઍટ લીસ્ટ,એક રાજકારણી કહે કે તેને આ ગેરકાયદે હોર્ડિંગ્સ નથી જોઈતાં.તેમણે સાથે જ પ્રશાસનને નિર્દેશ આપતાં કહ્યું છે કે આ પ્રકારનાં હોર્ડિંગ્સ લગાડવાં જ ન દો.
૨૦૧૬માં જ કોર્ટે આ બાબતે રાજ્ય સરકાર અને દરેક મ્યુનિસિપલ કૉર્પોરેશનને નિર્દેશ આપતાં કહ્યું હતું કે કોઈ પણ જાહેર જગ્યાએ આવાં હોર્ડિંગ્સ લગાડવા ન દો અને તમે આ બાબતે શું પગલાં લીધાં એ જણાવો. રાજ્ય સરકાર તરફથી એવો બચાવ કરવામાં આવ્યો હતો કે અમે પણ આ રોકવા માગીએ છીએ,પણ અમારી પાસે એને માટે પૂરતો સ્ટાફ નથી.એથી તેમને ખખડાવતાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે‘શું તમને લાગે છે કે તેમના નેતાની જાણ વગર કે પ્રોત્સાહન વગર કાર્યકરો આ હૉર્ડિંગ્સ લગાડતા હશે? તમે મને એક રાજકારણી બતાવો જે કહે કે તેમને આ હોર્ડિંગ્સ નથી જોઈતાં.એટલે જ તમને કહીએ છીએ કે આ સમસ્યાને ઊગતી જ ડામી દો.સૌથી પહેલી વાત એ કે તમે તેમને એ હોર્ડિંગ્સ લગાડવા જ કેમ દો છો?’ કોર્ટે હવે વધુ સુનાવણી ૨૭ જુલાઈ પર ઠેલી છે.