ગુજરાતી યુવાને લોન લીધા બાદ રિકવરી એજન્ટોએ બદનામ કરવામાં કોઈ કસર બાકી ન રાખી

109

વધુ પરેશાન કરવા મારા ફોટોની નીચે તેઓએ લખ્યું હતું,‘આ યુવક ૧૨ મહિનાની કિશોરીનો બળાત્કાર કરી ભાગી ગયો છે.’આવા મેસેજ આવતાં હું ડરી ગયો હતો એટલે અંતે મેં ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

ભાયખલામાં રહેતો ૨૭ વર્ષનો ગુજરાતી યુવાન એમબીએ ક્લાસિસ કરવા માગતો હતો અને એ માટે તેને પૈસાની જરૂર હતી.એ દરમ્યાન સોશ્યલ મીડિયા પરથી મળેલી માહિતી અનુસાર તેણે ઑનલાઇન લોન આપતી ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં પોતાની માહિતી ભરી અને ઍપ્લિકેશન દ્વારા અચાનક ૬૯૬૦ રૂપિયાની લોન બૅન્ક-અકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી.એ પછી અલગ-અલગ નંબરથી રિકવરી એજન્ટના મેસેજ અને ફોન આવવા માંડ્યા હતા,જેમાં તેમણે યુવકનો મોર્ફ કરેલો ફોટો તેના સંબંધીઓને મોકલી આપ્યો હતો અને એ સાથે યુવકને પરેશાન કરવા અનેક વસ્તુઓ રિકવરી એજન્ટોએ વાઇરલ કરી હતી.

ભાયખલા નજીકના માઝગાવમાં શિવદાસ ચાંપસી માર્ગ પર રહેતા હર્ષ જિતેન્દ્ર મિસ્ત્રીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘જૂનની શરૂઆતમાં એમબીએ ક્લાસિસ કરવા માટે પૈસાની જરૂર હોવાથી હું લોન-કંપનીઓની શોધમાં હતો.એ દરમ્યાન જૂનની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે મેં પ્રાઇમ રૂપી નામની લોન ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી.એને ડાઉનલોડ કરવા માટે અપાયેલી લિન્ક પર ક્લિક કરતાં ઍપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી.ઍપ્લિકેશનમાં મારી તમામ માહિતી સાથે બૅન્કની પણ માહિતી ભરતાં મારા અકાઉન્ટમાં ૬૯૬૦ રૂપિયા જમા થઈ ગયા હતા.

એ પછી લોન ભરવા માટે અલગ-અલગ નંબરથી મેસેજ અને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી.એને જોતાં મેં લોન પાછી ભરી દીધી હતી.એ ભર્યાના થોડા દિવસ પછી વગર પૂછ્યે બીજા રૂપિયા મારા અકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા.એ પૈસા ભારે વ્યાજ સાથે ભરવાનું કહેતાં મેં એ પૈસા ભર્યા નહોતા.અંતે રિકવરી એજન્ટોએ ફોન અને મેસેજ કરીને મને પરેશાન કરવાની શરૂઆત કરી હતી.એ પછી તેઓએ મારો ફોટો મોર્ફ કરી મારા સંબંધીઓને મોકલી આપ્યો હતો.વધુ પરેશાન કરવા મારા ફોટોની નીચે તેઓએ લખ્યું હતું,‘આ યુવક ૧૨ મહિનાની કિશોરીનો બળાત્કાર કરી ભાગી ગયો છે.’આવા મેસેજ આવતાં હું ડરી ગયો હતો એટલે અંતે મેં ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’ભાયખલા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે.યુવકને આવતા ફોનના નંબર નોંધી એની માહિતી ભેગી કરી રહ્યા છીએ.

Share Now