જમિયત ઉલેમા-એ-હિન્દના વકીલે કહ્યું કે દેશમાં પીક ઍન્ડ ચૂઝ પૉલિસીનો અમલ થઈ રહ્યો છે,જ્યારે યુપી સરકારે જણાવ્યું કે દેશમાં બીજો કોઈ સમુદાય નથી.માત્ર એક સમુદાય છે,જેને આપણે ભારતીય કહીએ છીએ સુપ્રીમ કોર્ટે ડિમોલિશન પર સ્ટે મૂકવા માટે વચગાળાનો આદેશ આપવાની ના પાડી,જમિયત ઉલેમા-એ-હિન્દના વકીલે કહ્યું કે દેશમાં પીક ઍન્ડ ચૂઝ પૉલિસીનો અમલ થઈ રહ્યો છે,જ્યારે યુપી સરકારે જણાવ્યું કે દેશમાં બીજો કોઈ સમુદાય નથી.માત્ર એક સમુદાય છે,જેને આપણે ભારતીય કહીએ છીએ
જસ્ટિસ બી.આર.ગવઈ અને પી.એસ.નરસિંહાની બેન્ચે આ મામલે દલીલો પૂરી કરવા માટે પક્ષકારોને જણાવ્યું હતું.બેન્ચે જણાવ્યું હતું કે ડિમોલિશનની કાર્યવાહી વિરુદ્ધની જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા કરવામાં આવેલી અરજી પર ૧૦મી ઑગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.અદાલતે જણાવ્યું હતું કે‘કાયદાનું પાલન થવું જ જોઈએ,એ બાબતે કોઈ વિવાદ નથી,પરંતુ શું અમે સર્વવ્યાપી આદેશ આપી શકીએ? જો અમે એવો આદેશ આપીએ તો વહીવટી તંત્રને કાયદાનો ભંગ કરનારાઓની વિરુદ્ધ ઍક્શન લેતા રોકીશું.’સુપ્રીમ કોર્ટ તાજેતરમાં થયેલી હિંસાના કેસમાં કથિત આરોપીઓની મિલકતોનાં વધુ ડિમોલિશન ન થાય એ માટે ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય રાજ્યોને આદેશ આપવાની માગણી કરતી મુસ્લિમ સંગઠનની અરજી પર સુનાવણી હાથ ધરી રહી હતી.