નૂપૂર શર્માનો ફોટો અપલોડ કરનાર સુરતના સ્નોપાર્ક માલિકને મારી નાંખવાની ધમકી

135

સુરત : તા.15 જુલાઈ 2022,શુક્રવાર : પીપલોદના રાહુલરાજ મોલના સ્નોપાર્ક એમ્યુઝમેન્ટ પાર્કના ઇન્સ્ટાગ્રામના માર્કેટીંગ આઇડી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપ પ્રવકતા નૂપૂર શર્માનો ફોટો અપલોડ કરવામાં આવતા કટ્ટરવાદીઓએ સુરત મે રહેના હૈ,યા જાના હૈ,તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ,સુવર કી ઔલાદ જેવી ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે.પીપલોદના રાહુલરાજ મોલમાં આવેલા સ્નોપાર્ક એમ્યુઝમેન્ટ પાર્કના ઇન્સ્ટાગ્રામના માર્કેટીંગ આઇડી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપ પ્રવકતા નૂપૂર શર્માનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો.જેને પગલે કટ્ટરવાદીઓએ ગાળો આપવા ઉપરાંત સુરત મે રહૈન હૈ,યા જાના હૈ,તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ,કહીં વહાં ના આ જાયે,સુવર કી ઔલાદ એમ કહી ધમકી આપતી કોમેન્ટ કરી હતી.

જેથી સ્નોપાર્કના માલિક વિશાલકુમાર કાંતીભાઇ પટેલ(ઉ.વ.38 રહે.એ/206,આગમ કૃપા એપાર્ટમેન્ટ,વેસુ)નૂપૂર શર્માનો ફોટો સ્ટોરીમાંથી ડિલીટ કરી માફી માંગતી કોમેન્ટ કરી હતી.તેમ છતા ધમકી આપવામાં આવી રહી હોવાથી વિશાલે ઉમરા પોલીસમાં અરજી કરી હતી.પોલીસે અરજીની તપાસના અંત્તે મોહમદ અયાન આતશબાજીવાલા,રાસીદ રફીક ભુરા,આલીયા મોહમદ અલી ગગન,હુમા મલિક,સેહજાદ કટપીસવાલા,બીંઇગ વસીમ,મિ.ફૈઝાન વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણની અટકાયત કરી છે.

Share Now