સુરત : સુરત શહેરમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો છે.જેને લીધે પાંડેસરાના વિવિધ વિસ્તારમાં પાણીજન્યો અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.જોકે પાંડેસરામાં તાવમાં સપડાયા બાદ મહિલાનું મોત નીપજ્યું ં હતું.આ સાથે પાંડેસરાના જુદા જુદા વિસ્તારમાં ૧૫ થી વધુ વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આ સાથે શહેરમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ પડી રહ્યો છે.જેના લીધે શહેરના વિવિધ વિસ્તારમાં ડેન્ગ્યુ,મલેરિયા અને તાવ તથા ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થઈ રહ્યો છે.તેવા સમયે પાંડેસરામાં ઇ.ડબ્લ્યુ.એસ આવાસમાં રહેતી ૨૫ વર્ષીય પુજા મહેશ જર્દોશીને છેલ્લા બે દિવસથી તાવ,પેટમાં દુઃખાવો સહિતની તકલીફ હતી.જોકે બુધવારે સાંજે તેને હાલત ગંભીર થતા બેભાન થઇ જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી.
જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઉપરાંત પાંડેસરાના વિવિધ વિસ્તારમાં રાતથી આજે સવાર દરમિયાન ૧૫થી વધુ વ્યકિતઓને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા.જેમાં રાજકુમાર પાસવારન(ઉ-વ-૧૮-રહે અપેક્ષાનગર પાંડેસરા),શિવા નાયકા(ઉ-વ-૨૫-રહે-પુનિતનગર,પાંડેસરા),સુનિતા પંડિત(ઉ-વ-૬૦-ગોવાલકનગર,પાંડેસરા)ખુશ્બુસીંગ(ઉ-વ-૨૯-રહે સાંઇનગર,
પાંડેસરા),પ્રદિપસીંગ,બિટ્ટી, મંજુ સહિતના સમાવેશ થયા છે.
સુરત શહેરમાં છેલ્લા ધણા સમયથી ડેન્ગ્યુ,મલેરિયા,ઝાડા-ઉલ્ટી,તાવ,વાયરલ ઇન્ફેકશન કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે કેટલાક વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલમાં આવી રહ્યા છે.જોકે ધણા દર્દીઓને સિવિલના મેડીસીન વિભાગના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.જોકે હાલમાં મેડીસીન વિભાગના સાતે વોર્ડ લગભગ ફુલ થઇ ગયા છે.આવા સંજોગોમાં દર્દી ધસો રહેતા કેટલાક દર્દીઓને ન્યુરોફિઝીશીન વિભાગના વોર્ડમાં શીર્ફટ કરવામાં આવ્યા હોવાનું ડોકટર સુત્રોએ જણાવ્યુ હતુ.આવા સંજોગોના લીધે સિવિલની કિડની બિલ્ડીંગમાં ચોથા માળે મેડીસીન વિભાગનો વધુ એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સિવિલના ડો.ઓનકાર ચૌધરીએ કહ્યુ હતુ.