સુરત : હાઈ-વે પાણીના ભરાવાને કારણે રસ્તા બંધ કરવામાં આવ્યા છે.આને કારણે ટેક્સટાઇલ ગુડ્સ લઈને રવાના થતી ઘણી ટ્રકોને હાઇવે ઉપર થંભાવી દેવામાં આવી છે.ભારે વરસાદે અલગ-અલગ વિસ્તારોમાં આવાગમનને સીધી અસર પહોંચાડી છે.ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોવાને કારણે વાહનોને રોડ સાઈડ હોટલ ઓફ કે પેટ્રોલ પંપ ઉપર ડ્રાઇવરોએ અટકાવી રાખી છે. જુદાજુદા વિસ્તારમાં રોડ ઉપર પાણી ફરી વળી રહ્યાં હોવાના મેસેજ ટ્રાન્સપોર્ટર્સના ગ્પમાં ગઈકાલ સાંજ પછીથી ફરતાં થયાં છે.
નેશનલ હાઇ-વે અંને સ્ટેટ હાઇ-વે ઉપર વાહનોની લાંબી કતારો વરસાદી પાણી રોડ ઉપર ફરી વળવાને કારણે લાગી હોવાના મેસેજ જુદી જુદી જગ્યાએથી મળી રહ્યા છે.આવી પરિસ્થિતિમાં ડ્રાઇવરો પાસે ટ્રકો રોડ સાઈડ ઉભી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી,એમ ટ્રાન્સપોર્ટર્સ યુવરાજ દેસલેએ વાતચીતમાં જણાવ્યું હતું.રોડ ઉપર ટ્રકો ખંભાવી દેવામાં આવી હોવાથી જુદા જુદા ડેસ્ટિનેશન માટે સુરતથી રવાના થયેલો ટેક્સટાઇલ ગુડ્સ કે સુરત તરફ આવતો જુદોજુદો માલ સમયસર નહીં પહોંચી શકે. અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં આવી સ્થિતિ ક્યારે ક્યારે નોંધાતી હોય છે અને આને કારણે માલ એક-બે દિવસ મોડો પહોંચે છે.અત્યારની સ્થિતિમાં ટ્રાન્સપોર્ટર્સ ટ્રકો ભરીને તૈયાર રાખે છે.પરંતુ રવાના કરતા નથી.વેપારીઓ તરફથી ટ્રાન્સપોર્ટર્સને માલ મોકલવામાં પણ આવી રહ્યો છે,અને ટ્રકો ભરવામાં પણ આવી રહી છે.કિતું જે ટ્રકો સુરતથી રવાના થઈ ગઈ છે,તે ટ્રકોને પરિસ્થિતિ અનુસાર જેતે વિસ્તારમાં રોડ સાઈડ પર ઉભી કરી દેવામાં આવી છે.