સુરત : સુરત મહાનગરપાલિકાની પુણાની એક સ્કૂલમાં મુખ્ય શિક્ષક દ્વારા છોકરાઓનું શારીરિક શોષણ થવાની ફરિયાદ બાદ આજે તેની કરતુતના વિડીયો વાયરલ થયા છે.આ વીડિયોના આધારે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા વિપક્ષે માંગ કરી છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરવાના આક્ષે બાદ તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.ત્યારબાદ આજે એક વાલીએ કેટલાક લોકોને મોકલેલી પેન ડ્રાઈવના આધારે તેની કરતુતના વિડીયો વાયરલ થયા છે.આ વીડિયોના આધારે પાલિકાના વિપક્ષે આચાર્ય સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી છે.
વીડિયોની અંદર આચાર્યની ઓફિસમાં જ સેક્સ કામ ચાલી રહ્યાનો આક્ષેપ કરવામાં આવે છે.કેટલાક વિદ્યાર્થીઓના બળજબરીથી કપડા કાઢવામાં આવ્યા હતા તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.પાલિકા ની શાળામાં આ પ્રકારનું કૃત્ય થતું હોય પાલિકાએ માત્ર શિક્ષકની બદલી કરી તેની સામે પણ વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે.આવા શિક્ષકને તાત્કાલિક ધોરણે શિક્ષણ જગતથી દૂર કરવાની માંગણી કરી છે.જો પાલિકા તંત્ર બે દિવસમાં ફરિયાદ ન નોંધાવે તો વિપક્ષ ફરિયાદ નોંધાવશે તેવી પણ ચીમકી આપી છે.