મુંબઈ : અનધિકૃત બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું અમે ચલાવીશું નહીં એમ બોમ્બે હાઈ કોર્ટે છડી પોકારીને જણાવ્યું હતું.આવા ગેરકાયદે બાંધકામની જોખમી અવસ્થાની ગંભીર નોંધ કોર્ટે લીધી હતી.મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યા.કર્ણિકની બેન્ચ સમક્ષ થાણેના ત્રણ રહેવાસીની અરજીની સુનાવણી ચાલી રહી હતી.તેમણે અરજીમાં મુંબ્રા ખાતેના નવ અનધિકૃત બાંદકામને તોડવાની માગણી કરી હતી.આ મકાનમાં અનેક પરિવારો રહે છે અને તેમના જાનહાનિ કે હોનારત થતી અટકાવવામાં આવે એવી દાદ માગવામાં આવી છે.
કોર્ટે રાજ્ય સર કારને સવાલ કર્યો હતો કે આજની ઘડીએ અમલી એવા ૧૯૯૮ના સરકારી નિર્ણય અનુસાર ચોમાસા દરમ્યાન અનધિકૃત બાંધકામને તોડવાથી પાલિકાને અટકાવવામાં શામાટે આવે છે? ચોમાસા દરમ્યાન અનધિકૃત બાંધકામનું તોડકામ જોખમી હોય છે? આની પાછળનો તર્ક શું છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.૨૦૧૩માં ટૂટી પડેલી લકી કમ્પાઉન્ડ ઈમારતની ઘટનાના સાક્ષીદાર અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.આ ઘટનામાં ૭૬ જણના જીવ ગયા હતા.
અરજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે થાણે મહાપાલિકાએ અનેક ગેરકાયદે ઈમારતોને નોટિસ આપી છે અને લાઈટ પાણી કાપી નાખ્યા છે.તેમ છતાં રહેવાસીઆએે ગેરકાયદે સુવિધા મેળવીને રહેવાનું ચાલુ રાખ્યું છે.થાણે પાલિકાના વકિલે આ વાતને સમર્થન આપ્યું હતું.અરજીમાં જણાવેલી ઈમારતો જર્જરીત અને રહેવા માટે અયોગ્ય છે. રહેવાસી વતી વકિલે દલીલ કરી હતી કે માનવતાની દ્રષ્ટીએ પાલિકાને આ ચોમાસા દરમ્યાન તોડકામ કરવાથી અટકાવવામાં આવે.
અમે તમારો જીવ બચાવીને માનવતા જ બતાવી રહ્યા છીએ.એક ઈમારત પડવાથી અનેકના જીવ જઈ શકે છે અને પાડોશની ઈમારતો પણ ધસી પડી શકે છે.ગેરકાયદે ઈમારતોને લીધે એક પણ જીવ જાય એવું અમે થવા દઈશું નહીં.ડિસેમ્બર૨ ૦૨૧માં કોર્ટે રાજ્ય સ રકારને સરકારી જમીન પરના તમામ ગેરકાયદે બાંધકામ તોડવાનો આદેશળ આપ્યો હતો.
૧૫૦ પાનાંનો આદેશ આપવાનો મતલબ શું? એવો કોર્ટે સવાલ કર્યો હતો.કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે અ ાનવ જોખમી ઈમારતમાં રહેતા દરેક પરિવારના જ્યેષ્ઠ નાગરિકે બાંયધરી આપવાની રહેશે કે ૩૧ ઓગસ્ટ સુધી બધા પરિવાર મકાન ખાલી કરશે.રહેવાસીઓ વતી દલીલ કરાઈ હતી કે મુંબ્રામાં ૯૦ ટકા ઈમારતો ગેરકાયદે છે સરકારે સમાન નીતિ તૈયાર કરવાની જરૃર છે.હાઈ કોર્ટે જણાવ્યું હતું કે નીતિ તૈયાર થાય ત્યાં સુધી ગેરકાયદે બાંધકામ ચલાવી લેવાનું કહી શકાય નહીં.૩૧ ઓગસ્ટ સુધી પાલિકાને નવ ઈમારતો સામે તોડકામ અટકાવવાનો કોર્ટે મૌખિક નિર્દેશ આપ્યો છે.