ઓપી રાજભરનો અખિલેશ સામે બળવો, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન

124

નવી દિલ્હી : તા.15 જુલાઈ 2022,શુક્રવાર : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડનારા સપા પ્રમુખ અખિલેશ યાદવ તથા સુભાસપાના ઓમ પ્રકાશ રાજભર વચ્ચેની મિત્રતાની ખાઈ વધુને વધુ ઉંડી બની રહી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવથી નારાજ એવા તેમના સહયોગી અને સુભાસપાના અધ્યક્ષ ઓપી રાજભરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે.ઓપી રાજભરે આજે લખનૌ ખાતે જણાવ્યું કે,’સીએમ યોગીએ મને બોલાવીને કહ્યું કે,તમે પછાત,દલિત,વંચિતોની લડાઈ લડો છો.તમે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપો.મેં તેમની મુલાકાત લીધી.ત્યાર બાદ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ.તેમના સાથે વાત કર્યા બાદ અમે દ્રૌપદી મુર્મૂને સમર્થનની જાહેરાત કરી છે.’

તેમના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સુભાસપા યોગી આદિત્યનાથની બીજેપી સાથે ચાલશે અને સુભાસપાના 6 ધારાસભ્યો દ્રૌપદી મુર્મૂને મત આપશે.જોકે સાથે જ તેમણે પોતે હજુ પણ અખિલેશની સાથે છે અને ગઠબંધનમાં જ્યાં સુધી તે છે ત્યાં સુધી પોતે રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.આ સાથે જ તેમણે પોતે અખિલેશની સાથે મત આપવા માટે તૈયાર હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.

ઓપી રાજભર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યોજાયેલી બેઠકમાં અખિલેશ યાદવે આમંત્રણ ન આપ્યું તે વાતથી નારાજ છે.જોકે એમએલસી ચૂંટણી બાદથી જ તેઓ નારાજ હતા અને તેની અસર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર પણ પડી છે.સપા અધ્યક્ષ અખિલેશ યાદવને આંચકો આપીને તેમના ચાચા અને પાર્ટીના ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવ અને ગઠબંધનના સહયોગી ઓપી રાજભરે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Share Now