બિહારમાં આતંકવાદીઓના નિશાના પર હતા પીએમ મોદી

107

પટના ઃ પટનામાં એક ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ અધિકારીઓ અનુસાર આ મૉડ્યુલનો ઇરાદો ૨૦૪૭ સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો હતો.૧૨ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પટના વિઝિટ દરમ્યાન તેમને ટાર્ગેટ કરવાનું પણ કાવતરું હતું.ધરપકડ કરાયેલા આતંકવાદીઓની અતહર પરવેઝ અને મોહમ્મદ જલાલુદ્દીન તરીકે ઓ‍ળખ કરવામાં આવી છે.પીએમ મોદીની મુલાકાતના ૧૫ દિવસ પહેલાં ફૂલવારી શરીફમાં શંકાસ્પદ આતંકવાદીઓને ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી.

દરોડા દરમ્યાન પોલીસને આરોપ સિદ્ધ કરતા દસ્તાવેજો મળ્યા હતા.તેમની પાસેથી કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન પીએફઆઇનાં ૨૫ પૅમ્ફલેટ્સ પણ મળ્યાં હતાં.ઇન્ટેલિજન્સ બ્યુરોને પટનાના ફૂલવારી શરીફ એરિયામાં એક શંકાસ્પદ ટેરર મૉડ્યુલ કામ કરતું હોવાની બાતમી મળી હતી,જેના પછી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ ૧૧ જુલાઈએ નયા તોલા એરિયામાં દરોડા પાડ્યા હતા અને બન્ને શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી.તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્થળે આતંકવાદી ગતિવિધિ માટે આવેલા મોટા ભાગના યુવાનો કેરલા,પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ,તામિલનાડુ અને બીજાં અનેક રાજ્યોના હતા. હવે આ મામલે વધુ તપાસ કરવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે

Share Now