એક તીરથી ત્રણ શિકાર : ભારતની તરફેણ, રશિયા ખુશ, ચીનને ફટકો

122

વિસ્તારવાદી ચીનથી આખી દુનિયા પરેશાન છે.જોકે ભારત સમક્ષ એની આ નીતિ સતત નિષ્ફળ જઈ રહી છે.ભારત દરેક રીતે ચીનને જડબાતોડ જવાબ આપે છે,એટલે જ અમેરિકાને પણ ભારત પાસેથી અપેક્ષા છે.ચીનને રોકવા માટે અમેરિકાએ ભારતની તરફેણમાં એક મોટો નિર્ણય કર્યો છે.અમેરિકન પ્રતિનિધિ સભાએ ધ્વનિ મતથી એક સુધારા પ્રસ્તાવને પસાર કર્યો હતો જેમાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી બદલ CAATSA(કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍડ્વર્સરીઝ થ્રૂ સેક્શન્સ ઍક્ટ)હેઠળ પ્રતિબંધોથી ભારતને રાહત આપવાને મંજૂરીની દરખાસ્ત છે.

ભારતીય-અમેરિકન સંસદસભ્ય રો ખન્નાએ કહ્યું હતું કે‘ચીન તરફથી આક્રમકતામાં વધારાનો સામનો કરવા માટે અમેરિકાએ ભારતના પડખે અચૂક રહેવું જોઈએ.હું બન્ને દેશ વચ્ચે ભાગીદારીને મજબૂત કરવાની તેમ જ ભારત-ચાઇનીઝ બૉર્ડર પર ભારત પોતાનું રક્ષણ કરી શકે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યો છું.ચીન અને રશિયા પર અસર અમેરિકાની પ્રતિનિધિ સભા દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જોકે,સેનેટનાં બન્ને ગૃહમાંથી પસાર કર્યા બાદ જ એને કાયદાકીય મંજૂરી મળશે.જો એમ થશે તો ભારત કોઈ ચિંતા વિના રશિયા પાસેથી હથિયારો ખરીદતું રહેશે.

એટલે રશિયાને આર્થિક મદદ મળશે તો બીજી બાજુ ચીનની સામે લડવા માટે ભારતની તાકાત વધશે.ભારત હથિયારોના મામલે જેટલું મજબૂત રહેશે એટલું જ ચીને આક્રમક વલણ છોડવા માટે મજબૂર થવું પડશે.એસ-૪૦૦ એ રશિયાની સૌથી આધુનિક લાંબા રેન્જની સરફેસ ટુ ઍર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. અમેરિકાએ રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સની એક બૅચની ખરીદી બદલ ઑલરેડી CAATSA હેઠળ ટર્કી પર પ્રતિબંધ લાદ્યા છે.એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ્સની ખરીદીને લઈને ટર્કી પર અમેરિકાના પ્રતિબંધોના પગલે એવી આશંકા હતી કે અમેરિકા કદાચ ભારતની વિરુદ્ધ પણ એ પ્રકારનાં પગલાં લઈ શકે છે.આ કાયદા હેઠળ અમેરિકા પોતાના વિરોધી દેશો પાસેથી હથિયાર ખરીદનારની વિરુદ્ધ પ્રતિબંધો મૂકે છે.અમેરિકા CAATSA હેઠળ એવા દેશ પર પ્રતિબંધો મૂકે છે કે જે ઈરાન,ઉત્તર કોરિયા કે રશિયાની સાથે ટ્રેડ કરે છે.

Share Now