હું ઈચ્છતો હોત તો એલન મસ્કને ઘૂંટણીયે બેસી ભીખ મંગાવી શકત: ડોનાલ્ડ ટ્રમ્પ

136

ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કને લઈને મોટુ નિવેદન આપ્યું છે.જેને કારણે એલન સોશિયલ મીડિયા પર બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ફરી એકવાર ચર્ચામાં છે.આ વખતે તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક(Elon Musk)પર આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે.ટ્રમ્પના નિવેદન બાદ બંને વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે.આ બંને લોકો વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર શાબ્દિક લડાઈ થઈ રહી છે.

હકીકતમાં,ટેસ્લાના સીઈઓ એલન મસ્કએ ટ્રમ્પને નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી.જે બાદ હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે એક એવો મોકો હતો કે તેઓ મસ્કને ઘૂંટણ પર બેસી ભીખ માંગવા માટે કહી શકતા હતા.આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે જો તેણે આવું કહ્યું હોત તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એ આ કર્યું પણ હોત.ટ્રમ્પની પોસ્ટના ટ્વિટર પરના શેર સ્ક્રીનશૉટ પર, એલન મસ્કએ ચીસો પાડતા gif સાથે જવાબ આપ્યો છે.

Share Now