સિવિલમાં કુટુંબ નિયોજનના ઓ.ટી અને વોર્ડની બહાર વરસાદી પાણી પહોંચ્યું

139

સુરત : છેલ્લા ૧૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે સિવિલના પોસ્ટ પાટમ(પી.પી) ઓપરેશન થિયેટર એટલે કુટુંબ નિયોજન ઓપરેશન થાય ત્યાં અને ચોથા માળે વોર્ડની બહાર પાણી ટપકતુ હોવાથી દર્દી સહિતનાઓની હાલત કફોડી થઇ હોવાનું જાણવા મળે છે.વરસાદ પડી રહ્યો હોવાથી નવી સિવિલ હોસ્પિટલના કુટુંબ નિયોજન ઓપરેશન થિયેટરમાં અને રિકવરી રૃમમાં,ચોથા માળે આવેલા ઇ-૪ વોર્ડ ની બહાર તથા એફ-૪ વોર્ડની બહાર ગેટ પાસે વરસાદી પાણી ટપકતુ હોય છે.

જેથી વોર્ડની બહાર બેસતા દર્દીના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.જોકે પાણી ટપકતુ હોવાથી કેટલીક જગ્યાએ ડોલ અને ટબ મુકવામાં આવ્યા છે.આ સાથે કિડની બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં પાણીનો ભરાવો થઇ ગયો છે.જેથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ થવાની સકયતા સેવાઇ રહી છે.એવુ સુત્રો જણાવ્યુ હતુ.આ ઉપરાંત સિવિલમાં વિવિધ જગ્યાએ પાણી તપકતુ હોવોથી દર્દી સહિતના વ્યકિતઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું સુત્રો કહ્યુ હતુ.

જયારે સિવિલના અધિકારીએ કહ્યુ કે ઓપરેશન થિયેટર સહિતની વિવિધ સમમ્યાઓને નિરાકણ કરવા અને જરૃરી જગ્યાએ તાકીદે રીપેરીંગ કરવા માટે પી.આઇ.યુ વિભાગને કહ્યુ છે.જયારે અગાઉ સિવિલમાં ત્રીજા માળે આંખ ઓપરેશન થિયેટરના દરવાજા પાસે અને રિકવરી રૃમમાં વરસાદી પાણી ટપકતુ હોવાની ફરીયાદ ઉઠી હતી.છતા તંત્ર દ્રારા ગંભીરતા દાખવતા ન હોવાથી સિવિલમાં કેટલીક જગ્યાએ પાણી ટપકતુ હોવાનું સમસ્યાઓ યથાવત રહેવા પામી છે.

Share Now