ના ખાસઈન્ડીયન એરફોર્સ પ્લેનમાં NDRFની પાંચ ટીમ સુરત પહોંચી

112

સુરત : આકાશી આફત તથા પુરની પરિસ્થિતિને પહોંચી વળવા હાલ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવશે દક્ષિણ ગુજરાતના નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લામાં આકાશી આફત સમા ભારે વરસાદને કારણે સર્જાયેલી પુરની વિકટ પરિસ્થિતિને પગલે આજે ઓરીસ્સા ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા ખાસ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે એનડીઆરએફની પાંચ ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચી છે.

જે ટીમમાં એક ટીમ કમાન્ડર,પાંચ ઓફીસર અને 105 જવાનો સાથે રેસ્ક્યુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે આવી પહોંચી છે.જેના પગલે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે.આ ટીમો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ પાંચ ટીમોના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી હાલમાં વરસાદી અને પુરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્કતા દાખવી છે.

Share Now