સુરત : વિદેશી બાયર તૈયાર માલની ખરીદી સીધી સુરતથી કરે એવા પ્રયત્નો સાથે સુરત ડાયમંડ એસો.એ શરૃ કરેલાં ડાયમંડ એક્સ્પોને પ્રતિસાદ મળ્યો છે.ત્રિ-દિવસીય કેરેટ્સ એક્સ્પોની મુલાકાતે આવેલાં વિદેશી ગ્રાહકોએ લૂઝ ડાયમંડની ખરીદી કરી હતી.
એક્સ્પોમાં આજે ગ્રાહકોએ રાઉન્ડ,ફેન્સી તથા લેબગ્રોન ડાયમંડમાં પણ પૂછપરછ અને ખરીદી કરી હતી.લેબગ્રોન ડાયમંડના 33 સ્ટોલ્સ મળી,કુલ 111 છે, એમ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયાએ કહ્યું હતું.એક્સ્પો્માં ભાગ લેનારાઓના રિવ્યૂ ખુબ સારાં હતાં.આવનારા દિવસોમાં હવે આ એક્સ્પો આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવે એવી હિમાયત ઉદઘાટન પ્રસંગે પધારેલા મંત્રી દર્શના જરદોશ અને કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રુપાલાએ પ્રવચનમાં કરી હતી.
બીટુબી(બાયર ટૂ બાયર)કેરેટ એક્સ્પોને પ્રથમ દિવસે જ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.દેશના મોટા શહેરો મુંબઈ,દિલ્હી,ચેન્નાઇ,બેગ્લોર,હૈદરાબાદ,રાજકોટ તથા અમેરિકા અને દુબઈથી બાયર્સ આવ્યાં હતાં.કુલ 2000 મુલાકાતીઓ આવ્યાં હતાં એમ ગૌરવ શેઠીએ જણાવ્યું હતું.સુરતમાં ડાયમંડની અંદાજે 1000થી વધુ મોટી કંપનીઓ છે.આ કંપનીઓ એક્સ્પોમાં ભાગ લીધો નથી.પરંતુ આવતા વર્ષથી આ કંપની પણ જોડાશે,એવો આશાવાદ સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજી માવાણીએ વ્યકત હતો. કેરેટ એક્સ્પો 2018માં શરૃ કરાયું હતું.ત્યર પછી આ ત્રીજો એક્સ્પો છે.કોવિડને કારણે 2020 અને 2021 માં એકસ્પો થઈ શક્યો નહોતો