સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પુણાની સ્કૂલના આચાર્ય દ્વારા જાતિય સતામણીના કથિત વીડિયો જાહેર થયો છે.તેમની સામે ફરિયાદ થયા બાદ આચાર્યની ઓફિસનો લૂક બદલી કાઢવામાં આવ્યો હતો.ફર્નિચર પણ બદલી કઢાયું છે.વિડીયો દેખાતું ઘડિયાળ અને પડદા તે જ છે પણ તેની જગ્યા બદલાયેલી છે.આ બધા ફેરફાર જોતા ફરિયાદ સાથે અપાયેલો વિડીયો અહી બન્યાની શક્યતા છે.
સુરત પાલિકાની પુણાની સ્કુલના વિવાદિત આચાર્ય નિશાંતનો કથિત વીડિયો વાયરલ થયો છે તેમા બાળકોનું યૌન શોષણ થતું હોવાનું જોવા મળે છે.આ વિડિયો આચાર્યની ઓફિસમાં જ ઉતયી હોવાનો આક્ષેપ છે.જોકે,આચાર્ય સામે ફરિયાદ બાદ આચાર્યની ઓફિસની અંદર ફર્નિચરની જગ્યા બદલી નાખવામાં આવી છે.જેના કારણે આચાર્યની સાથે તેની મદદમા અન્ય કોઈ હોય તેવી શક્યતા છે.ઓફિસમાં ફર્નિચરની જગ્યા બદલી નાખવામાં આવી છે પરંતુ વીડિયોમાં જે પડદા દેખાય છે તે પડદા પણ છે પણ તેની જગ્યા બદલી કઢાઇ છે.ઉપરાંત વીડિયોમાં ઘડિયાળ દેખાઈ છે તેની જગ્યા હજી બદલવામાં આવી નથી. સ્કૂલ નજીક રહેતા કેટલાક લોકોની વાત મુજબ,આચાર્યની ઓફિસ ઘણીવાર રાતે સાત-આઠ વાગ્યા સુધી ચાલુ રહેતી હતી.એટલું જ નહીં આચાર્ય વેકેશનમાં પણ આવતા હતા.
એક ચર્ચા એવી પણ છે કે આ આચાર્ય ૨૦૦૬માં સુમન સ્કૂલ માં હતા ત્યાં પણ વિવાદ થતાં તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.ત્યાર બાદ ટેટની પરીક્ષા પાસ કરીને સીધા શિક્ષણ સમિતિમાં આચાર્ય તરીકે નિમણૂક પામ્યા છે.સુમન સ્કૂલ માં સસ્પેન્ડ થયા બાદ તેઓને આચાર્ય તરીકે નિમણુંક કેવી રીતે આપવામાં આવી તે પણ તપાસનો વિષય છે.