
સુરત : પ્રવાસીઓની સુવિધા ખાતર પશ્ચિમ રેલવેએ બે વધારાની ટ્રેનોનું સ્ટોપેજ સુરત રેલ્વે સ્ટેશનને આપ્યું છે.છ મહિનાના સમયગાળા માટે પ્રાયોગિક ધોરણે અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ અને તિરુવંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસને ત્રણ-ત્રણ મિનિટનું સ્ટોપેજ છે.ટ્રેન(12297-98)અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસને તા.17મી જુલાઈથી અમદાવાદથી ઉપડતી અને તા.18મી જુલાઈથી પુણેથી ઉપડતી તથા ટ્રેન(12431-32)તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસને તા.19 જુલાઈથી તિરુવનંતપુરમથી ઉપડતી અને તા.17 જુલાઈથી હઝરત નિઝામુદ્દીનથી ઉપડતી ટ્રેનનું સુરત સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે,એમ પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે.
ટ્રેન (12297) અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 01:22 કલાકે સુરત પહોંચશે અને 01:25 કલાકે ઉપડશે.તેવી જ રીતે ટ્રેન(12298)પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ 03:07 કલાકે સુરત પહોંચશે અને 03:10 કલાકે ઉપડશે.ટ્રેન (12431) તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 22:15 કલાકે સુરત પહોંચશે અને 22:18 કલાકે ઉપડશે.તેવી રીતે ટ્રેન(12432)હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ રાજધાની એક્સપ્રેસ 19:14 કલાકે સુરત પહોંચશે અને 19:17 કલાકે ઉપડશે.