શહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ, અમદાવાદ ભારતમાંથી સી-૪૦ શહેરમાં જોડાનાર છઠ્ઠું શહેર બન્યું

150

અમદાવાદ : અમદાવાદ શહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ કરવા અંગેની અરજી સ્ટીયરીંગ કમિટી તરફથી મંજુર કરવામાં આવતા સી-૪૦ શહેરમાં ભારત તરફથી જોડાનાર અમદાવાદ છઠ્ઠું શહેર બન્યુ છે.આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખી કલાઈમેટ એકશન પ્લાન આગામી સમયમાં વિકસિત કરાશે.

સી-૪૦ એ આબોહવા પરિવર્તનનો સામનો કરવા પ્રતિબધ્ધ વિશ્વના મેગા સિટીઝનું નેટવર્ક છે.વિશ્વના શહેરોને અસરકારક સહયોગ આબોહવા પરિવર્તન સંબંધમાં આપવામાં આવે છે.અમદાવાદ શહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ કરાયા બાદ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાંથી જોડાનાર દસમુ શહેર બન્યુ છે.મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ,અમદાવાદ શહેરને આપવામાં આવેલી મંજુરી એ અમદાવાદના કલાયમેટ ચઈન્જ સામે લડવામાં શહેર તરફથી કરાવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવવા સમાન છે.આબોહવા પરિવર્તન સામે લડવા માટે લેવાયેલા ભાવિ પગલા અંગે વૈશ્વિક શહેરો સાથે નોલેજ શેરીંગ કરીશું.સી-૪૦ના ચેરપર્સન સાદીકખાને અમદાવાદના સી-૪૦માં સમાવેશ બદલ ગર્વની લાગણી અનુભવતા અમદાવાદ સાથે કામ કરવા આતુર હોવાનું જણાવ્યુ હતુ.સી-૪૦માં સમાવિષ્ટ શહેરોને સુરક્ષિત વધુ સુંદર અને હરીયાળા બનાવવા સહીયારા પ્રયાસ કરાશે.

Share Now