મહારાષ્ટ્રમાં વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 102 મોત

157

મુંબઇ : છેલ્લા કેટલાંય દિવસથી મહારાષ્ટ્રને ધમરોળી રહેલા ગાંડાતૂર વરસાદે અત્યાર સુધીમાં ૧૦૨ જણનો ભોગલીધો છે.ગામવિસ્તારમાં અસંખ્ય ઘરો તૂટી પડયા હતા,અનેક નદીઓમાં પૂર આવતા સંખ્યાબંધ લોકોને એનડીઆરએફ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ રૃમે આપેલી જાણકારી મુજબ પુરના પાણીમાં તણાઇ જવાથી,ધસી પડેલી ભેખડો નીચે દબાઇ જવાથી,વીજળી ત્રાટકવાથી અને ઘરો તૂટી પડવાની દુર્ઘટનામાં ૧૦૨ જણે જીવ ગુમાવ્યો હતો અને ૬૮ જણ ઘાયલ થયા હતા.

ચોમાસુ બેઠા પછી થોડા દિવસ વરસાદ ખેંચાયો હતો.પરંતુ ત્યાર પછી મુંબઇ,પુણે,થાણે,પાલઘર અને નાશિક સહિત ૨૭ જિલ્લામાં મુશળધાર વરસાદ તૂટી પડતા નદીઓ બેકાંઠે વહેવા માંડી હતી.કોકણના ઘાટ વિસ્તારમાં ભેખડો ધસી પડી હતી. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ભેખડ ધસી પડતા પરશુરામ ઘાટનો વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.૧૧ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ભારે વરસાદને પગલે સર્જાયેલી વિકટ સ્થિતિમાં પહેલી જૂનથી આજ સુધીમાં એકંદર ૧૧,૮૩૬ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ભારે વરસાદને લીધે ૨૦ ગામડાને માઠી અસર થઇ છે,જૂદી જૂદી દુર્ઘટનામાં ૩ જણ માર્યા ગયા છે અને પૂરમાં તણાઇ ગયેલા બે જણનો હજી પત્તો લાગ્યો નથી.આજે ૩૮૭૩ જણને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાહતા.સરકાર તરફથી તેમને માટે ૨૦ રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે.મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.આ સાથે જ આર્મી,નેવી અને એરફોર્સની ખાસ ટીમો પણ સજ્જ રાખવામાં આવી છે.

Share Now