– અરબી સમુદ્રમાં નોર્થઇસ્ટ દિશામાં ડિપ્રેશનને પગલે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
– દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી શકયતાને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન
સુરત : અરબી સમુદ્રમાં નોર્થઇસ્ટ દિશામાં ડિપ્રેશન ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફુંકવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી શકયતાને પગલે તકેદાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ ઉપર સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અરબી સમુદ્રમાં નોર્થઇસ્ટ દિશામાં ઉદ્દભવેલા ડિપ્રેશનના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વાવાઝોડું અને દરિયાના ઉંચા મોજા ઉછળવાની શકયતા છે.જેને પગલે સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ તા. 18 થી બંધ કરવામાં આવ્યો છે.દરિયા કિનારે સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ મુકવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચના કરવામાં આવી છે.