સુરત બાદ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ ઉધના રેલવે સ્ટેશન આકાર પામશે, જાણો વિગતે

158

– ઉધના રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
– કુલ રૂ. 199.02 કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનની થશે કાયા પલટ

ભારતીય રેલ્વે વિકાસ નિગમે ગુજરાતમાં સુરત બાદ હવે ઉધના રેલ્વે સ્ટેશનને પણ નવા રંગરૂપ સાથે તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.જ્યાં ઉધના સ્ટેશનને આધુનિક લુક આપવામાં આવશે.ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે રેલવે મંત્રાલય દ્વારા 199.02 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.જેમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓની યોજના નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ ઉધના રેલવે સ્ટેશન પર તૈયાર કરાશે

ઉધના રેલ્વે સ્ટેશનના અપગ્રેડેશન બાદ અહી આવતા યાત્રીઓને એરપોર્ટ પર મળતી સુવિધાઓ પણ આપવામાં આવશે.એટલુજ નહિ વારાણસી બાદ દેશનું બીજું અને ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ ઉધના રેલવે સ્ટેશન પર તૈયાર કરાશે. ઉધના રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ તૈયાર કરાશે.પ્લેટફોર્મ નંબર 1 અને 2ની ઉપર 9 મીટર ઊંચાઈએ 40 મીટર પહોળો અને 60 મીટર લાંબો એલિવેટેડ એરિયા બનાવાશે. જ્યારે 4 લિફ્ટ તેમ જ 3 એસ્કેલેટર્સ પણ હશે.આ ઉપરાંત અહીંથી તમામ પ્લેટફોર્મ પર પહોંચી શકાય તે રીતે એસ્કેલેટર્સ પણ મુકવામાં આવશે.રેલવે સ્ટેશનના વેઈટિંગ એરિયામાં ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તેની માહિતી એલઈડી સ્ક્રીન પર જણાવવામાં આવશે.રેલવે સ્ટેશનના વેઈટિંગ લોંજમાં બેઠાં-બેઠાં મુસાફરો ટ્રેનોને પસાર થતી જોઈ શકશે.સાથે જ રેલવે સ્ટેશન પર બાળકો માટે રમવાના સાધનો અને રેસ્ટોરાંનું પણ નિર્માણ કરવામાં આવશે.નવું તૈયાર થનાર ઉધના રેલવે સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી હશે.અહીં દિવ્યાંગ પ્રવાસી સરળતાથી રેલવે સ્ટેશન પર ફરી શકે અને સંસાધનોનો ઉપયોગ કરી શકે એ પ્રકારની સુવિધાઓ સાથે ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

2024 સુધીમાં ઉધના રેલ્વે સ્ટેશન નું અપગ્રેડેશન થશે

ઉધના રેલવે સ્ટેશન અપગ્રેડેશન થતાં વર્ષ 2024 માં પૂર્ણ થશે તેવી માહિતી કેન્દ્રીય રેલવે પ્રધાન દર્શના જરદોષે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.જૂન ૨૦૨૪ સુધીમાં ઉધના રેલવે સ્ટેશન તેના નવા રંગરૂપ સાથે તૈયાર થશે અને જ્યાં રોજના હજારો યાત્રીઓ મુસાફરી કરી શકશે,એટલુજ નહિ 2060માં દૈનિક 1 લાખ લોકોની અવરજવરના અંદાજ સાથે રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવનાર છે.ઉલ્લેખનીય છે કે સુરત એક ઔદ્યોગિક શહેર હોવાથી આસપાસના હજારો,લાખો લોકો ધંધા-રોજગાર માટે સુરત આવતા હોઈ છે ત્યારે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન થવાથી મુસાફરોને સરળતા રહેશે અને આ રેલવે સ્ટેશન દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Share Now