એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવુડ માફિયાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેની કેરિયર ખતમ કરી નાખી છે એટલુંજ નહીં તેઓ તેનો જીવ પણ લેવા માંગે છે.બોલિવૂડ માફિયા કોણ છે? બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ કહ્યું છે કે બોલિવૂડ માફિયા તેના પાછળ છે.તેમને માર્ગમાંથી બહાર કાઢવા માંગે છે.તેમની પાસેથી કામ છીનવી લેવું એ જ તેમનો હેતુ છે. આ દાવો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.આ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બોલિવૂડ માફિયાઓ પર આક્રોશ વરસાવ્યો હતો.
દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રી દત્તાએ દાવો કર્યો હતો કે બોલિવૂડ માફિયા તેના પ્રોજેક્ટ્સ સતત છીનવી રહ્યાં છે.તેણીએ કહ્યું હતું કે, “હું આ પ્રોજેક્ટ્સમાં ઘણો સમય અને એફર્ટ ઇન્વેસ્ટ કરું છું.પરંતુ તેઓ ફ્લોર પર જાય તે પહેલા સંબંધિત લોકો તેમના હાથ ખેંચી લે છે. ચોક્કસપણે બોલિવૂડનો કોઈ માફિયા છે જે મારું કામ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.ડિસેમ્બર 2020 થી, મારા દ્વારા કરવામાં આવી રહેલા કામમાં સતત વેરવિખેર કરવામાં આવી રહયા છે.જ્યારે પૂછવામાં આવ્યું કે આ બોલિવૂડ માફિયા કોણ છે.સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી.તેના જવાબમાં તનુશ્રીએ કહ્યું કે તે કોઈનું નામ લેવા માંગતી નથી.પરંતુ એક માફિયા કામ કરે છે,જે અંડરવર્લ્ડ સાથે સંપર્ક ધરાવે છે.તેણે કહ્યું, “બોલિવૂડમાં ડોન્સ પોતાની દુકાનો જાતે ખોલતા નથી.તેમનો મોટો બિઝનેસ બે-ત્રણ દેશો સાથે ચાલે છે.તેના સાગરિતો બોલિવૂડના કેટલાક કલાકારો,નિર્માતાઓના સંપર્કમાં રહે છે, ટચ ધરાવતા લોકો ઈચ્છે છે કે તનુશ્રીને રસ્તા પરથી હટાવી દેવામાં આવે.બોલિવૂડ માફિયા એ હોય છે જે મુખ્ય ડોન સાથે સંપર્કમાં રહે છે.
તનુશ્રીએ પોતાના જીવ પરના ખતરાનું વર્ણન કરતા ઈન્ટરવ્યુ દરમિયાન એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ મુજબ જ્યારે તેણે મીડિયામાં મીટુ વિશે વાત કરી તો તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો.તેને એક પ્રોજેક્ટ મીટિંગના સંદર્ભમાં હોટલમાં બોલાવવામાં આવી હતી.ત્યારબાદ તેને હોટલના 10મા માળે એક રૂમમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો,જ્યાં યુપી-બિહારના કેટલાક ગુંડા પ્રકારના લોકો પહેલાથી જ હાજર હતા.
અગાઉ , તનુશ્રી દત્તાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, “મને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરવામાં આવી રહી છે અને નિશાન બનાવવામાં આવી રહી છે.અગાઉ મારી બોલિવૂડ કરિયર એક વર્ષથી સારું નથી ચાલી રહી.ત્યારબાદ મારી કામવાળી મારફતે મારા ખાવા-પીવામાં ગડબડ કરીને મને સ્ટેરોઈડ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આના કારણે મને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ, ત્યારપછી જ્યારે હું મે મહિનામાં ઉજ્જૈન ગઈ ત્યારે મારી કારની બ્રેક્સ સાથે છેડછાડ કરવામાં આવી હતી,જેના કારણે હું બે વાર અકસ્માતનો ભોગ બની હતી, હું મરતા મરતા બચી હતી. હું 40 દિવસ પછી મુંબઈ પાછી આવી છું. હવે, મારા ફ્લેટની બહાર, મારા ઘરમાંથી વિચિત્ર ઘૃણાસ્પદ વસ્તુઓ મળી આવી છે.”